પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્ય વિરોધ પક્ષ તૃણમુલ કોંગ્રેસે 'નેનો પ્રોજેક્ટ' મુદ્દે મુખ્યપ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્ય પર વાક્પ્રહારો કર્યાં છે. મમતાએ આરોપ મુક્યો હતો કે, 'માચીસની ડબ્બી' જેવી દેખાડી 'નેનો કાર' માટે તેઓ જરૂર કરતાં વધુ જમીન આપનારાં હતાં.
-'માચીસની ડબ્બી' જેવી છે નેનો: મમતા બેનરજી
-ગુજરાતને મળ્યો હતો તૃણમુલ વિરોધનો લાભ
-પ્રોજેક્ટ સાણંદમાં સ્થપાયો
મમતા બેનરજીએ ચૂંટણી સભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે, 'માચીસની ડબ્બીઓ' તૈયાર કરવા માટે ટાટા જૂથને જરૂર કરતાં વધુ જમીન ફાળવવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર 997 એકર જમીન આપવા માટે તૈયાર થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, તૃણમુલ કોંગ્રેસના વિરોધના કરાણે પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે સિંગુરમાં ટાટા જૂથને આપેલી જમીન પાછી લેવી પડી હતી. ત્યારબાદ ટાટા સમૂહે ગુજરાતના સાણંદ ખાતે આ પ્લાન્ટની સ્થાપના કરી હતી.
હું હજૂપણ માર્કસવાદી છું: સોમનાથ
ડાબેરી મોરચાના દિગ્ગજ નેતા સોમનાથ ચેટરજીએ તેમના વલણનો ખુલાસો કર્યો છે. સોમનાથ ચેટરજીના કહેવા પ્રમાણે, તેઓ આજે પણ માર્કસવાદી છે અને તેઓ ડાબેરી મોરચા અને તેમના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે.
તમારો મત
શું તમને લાગે છે કે, પશ્ચિમ બંગાળમાંથી નેનોને ખસેડવાનો લાભ તૃણમુલ કોંગ્રેસને મળશે ? ઉદ્યોગગૃહો દ્વારા સરકાર પાસેથી જરૂર કરતાં વધુ જમીન માંગવામાં આવતી હોય છે ? તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો.