યોગગુરૂ બાબા રામદેવની ઉપર કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે વધુ એક વખત નિશાન સાધ્યું છે. તેમના કહેવા પ્રમાણે, યોગગુરૂ બાબા રામદેવ ઢોંગી સંત છે. જ્યારે બાબા નિગમાનંદ સાચા સંત હતા. જેમણે ગંગા નદીને પ્રદૂષણ મુક્ત કરવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી.
-બાબા નિગમાનંદ સાચા સંત, રામદેવ ઢોંગી: દિગ્વિજય
-મોરારી બાપુ પણ રામદેવ પાસે પહોંચી ગયેલા
-રામદેવ પૈસા બનાવવામાં મગ્ન
દિગ્વિજય સિંહના કહેવા પ્રમાણે, ગંગા નદીમાં ગેરકાયદેસર ખાણકામ સામે બાબા નિગમાનંદ અનશન પર ઉતર્યા હતા. આમ છતાં, ભાજપે તેની નોંધ લીધી ન હતી. ઉત્તરાખંડની સરકાર સામે તેમનુ આંદોલન હતું. આમ છતાં, રાજ્યના મુખ્યપ્રધાન કે અન્ય કોઈ નેતાએ તેમના આંદોલનની નોંધ સુદ્ધાં લીધી ન હતી. બાબા નિગમાનંદે તેમના પ્રાણોની આહુતિ આપવી પડી તે વાતનો અમને ખેદ છે અને દુઃખ પણ છે. કોંગ્રેસ પાર્ટીએ તેમના આંદોલનમાં અનેક વખત સાથ આપ્યો હતો. અમે તેમની નિધન પર સંવેદના પ્રગટ કરીએ છીએ.
દિગ્વિજય સિંહે ઉમેર્યું હતું કે, એક તરફ બાબા નિગમાનંદ છે, તો બીજી તરફ બાબા રામદેવ છે. જે પૈસા બનાવવામાં વ્યસ્ત છે. બાબા એવા વિષયો ઉઠાવે છેકે, જેનું જ્ઞાન પૂર્ણપણે તેમને પણ નથી. એક તરફ બાબા રામદેવને પારણા કરાવવા માટે શ્રી શ્રી રવિશંકર, મોરારી બાપુ અને કૃપાલુ મહારાજ પહોંચી જાય છે, જ્યારે બાબા નિગમાનંદની કોઈએ નોંધ પણ લીધી ન હતી.
તમારો મત
શું તમને લાગે છે કે, ભ્રષ્ટાચારના મુળ મુદ્દાને બાજુએ હડસેલવા માટે આ પ્રકારના આરોપો કરવામાં આવી રહ્યાં છે ? શું દિગ્વિજય સિંહના આ આરોપોનો જવાબ ભાજપ આપી શકશે ? તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. ? સરકારની નવી ઈન્ટરનેટ નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર વિવાદાસ્પદ, ધૃણાસ્પદ કોમેન્ટ લખવી ગેરકાયદેસર છે. આ પ્રકારની કોમેન્ટ માટે લખનાર વાચક જવાબદાર રહેશે.