- પોતાના જ જમાઇ વિરૂદ્ધ લીધી હતી પ્રતિજ્ઞા
- એન.ટી.રામારાવ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા હતા
- આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા હતા
- 18 જાન્યુઆરી 1996ના રોજ થયું હતું મૃત્યુ
- એન.ટી.રામારાવ હાલના ટીડીપી અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુના સસરા હતા
- રામારાવના મૃત્યુ બાદ તેની પત્નીએ ચંદ્રાબાબુ નાયડુ સત્તા પરથી ન ફેંકાઇ જાય ત્યાં સુધી અસ્થિ વિસર્જન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રાબાબુનું નામ તો ઘણાખરા લોકો જાણતા હશે પરંતુ તે સત્તામાં કેવી રીતે આવ્યા તેની વાત તો બહુ જાહેર નથી થઇ.
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ તેલુગુ અભિનેતા એન.ટી.રામારાવે 1982માં તેલુગુ દેશમ પાર્ટીની સ્થાપના કરી અને માત્ર નવ માસના ટૂંકાગાળામાં જ સમગ્ર રાજ્યમાં જંગી બહુમતિથી ચૂંટાઇ આવેલા પક્ષના સભ્યોના સહારે મુખ્યમંત્રી બન્યા.
1994માં ફરીથી સત્તા પર આવ્યાના થોડા સમય પહેલા જ એન.ટી.રામારાવે કોલેજના લેક્ચરર લક્ષ્મી પાર્વતી સાથે લગ્ન કર્યા. કહેવાય છે કે લક્ષ્મી પાર્વતી રામારાવની આત્મકથા લખવા માટે તેની આવતી હતી અને તે દરમિયાન જ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો, છેવટે બન્નેએ લગ્ન કરી લીધા.
લક્ષ્મીના કહેવા પ્રમાણે "અમારા લગ્ન બાદ ચંદ્રાબાબુ નાયડુએ પક્ષના સુત્રો સંભાળી લીધા અને ટીડીપીના સંસ્થાપક રામારાવને હાંસિયામાં ધકેલી દીધા. આ ઘટનાથી આઘાતમાં સરી પડેલા રામારાવનું 18 જાન્યુઆરી, 1996ના રોજ મૃત્યુ થયું."ઉલ્લેખનીય છે કે એન.ટી.રામારાવની પુત્રીના લગ્ન ચંદ્રાબાબુ નાયડુ સાથે થયેલા છે.
રામારાવના મૃત્યુ સમયે તેની પત્ની લક્ષ્મીએ સોગંદ લીધા કે જ્યાં સુધી ચંદ્રાબાબુનું રાજકીય પતન નહીં થાય ત્યાં સુધી તે રામારાવના અસ્થિનું વિસર્જન નહીં કરે.
આ ઘટનાના આઠ વર્ષ બાદ લક્ષ્મીએ પોતાના પતિ એન.ટી.રામારાવના અસ્થિનું કાવેરી નદીમાં વિસર્જન કર્યું અને તેના થોડા સમય બાદ ગંગા નદીમાં પણ વિસર્જન કર્યું હતું. અસ્થિ વિસર્જન બાદ લક્ષ્મીએ કહ્યું હતું કે "હવે મારી પ્રતિજ્ઞા પૂરી થઇ છે અને ચંદ્રાબાબુ સત્તા પરથી ફેંકાઇ ગયા છે. હવે મારા પતિની આત્માને શાંતિ મળશે."
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.