દેશ સાથે કપાયો આસામનો સંપર્ક, 40 ના મોત

- વડાપ્રધાન આવતીકાલે આસામની મુલાકાતે
આસામમાં બે સપ્તાહથી બની રહેલી હિંસક ઘટનાઓની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. રેલવે સેવા રદ થવા સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહતકાર્ય પણ શરૂ થયા છે. મૃતકોની સંખ્યા ૪૪ના આંકડાને આંબવા સાથે હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ બની રહી છે.
બુધવારે ધુબ્રી જિલ્લામાં રાતે થયેલા પોલીસ ગોળીબારમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. દરમિયાન ચિરાંગ ખાતેથી ત્રણ મૃતદેહો કબજે કરવામાં આવ્યા છે. કોકરાઝાર જિલ્લાના કાર્યપાલક મેજિસ્ટ્રેટ વિપુલ સાઇકિયા પર કેટલાક અજાણ્યા શખસોએ હુમલો કર્યો હતો. તેઓ એક રાહત છાવણી તરફ જઇ રહ્યા હતા. તેમને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. બકસા જિલ્લામાં થયેલા ગોળીબારમાં ચાર વ્યક્તિ ઘવાયા હતા.
- મુખ્યમંત્રીએ મુલાકાત લીધી
મુખ્યપ્રધાન તરુણ ગોગોઇ સવારે હેલિકોપ્ટર મારફતે કોકરાઝાર પહોંચ્યા હતા. તેમણે રાહત છાવણીઓની મુલાકાત લઇને અસરગ્રસ્તોના ખબરઅંતર પૂછયા હતા. વડાપ્રધાન મનમોહનસિંઘ શનિવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. દરમિયાન છેલ્લા બે દિવસથી અવરોધાયેલી રેલવેસેવા પુન: શરૂ થઇ છે. ઉત્તર-પૂર્વ રેલવેના પ્રવકતાએ જણાવ્યા મુજબ રાજધાની એક્સપ્રેસ, નોર્થ ઇસ્ટ એક્સપ્રેસ અને કામરૂપ એક્સપ્રેસ ગુરુવારે સવારે ગુવાહાટીથી રવાના થઇ હતી. તે ઉપરાંત ગુવાહાટીથી દિલ્હી, કોલકાતા અને બેંગલોર માટે ત્રણ વિશેષ ટ્રેન દોડાવવામાં આવી હતી.
- રમખાણોની તપાસની માગણી
બોડોલેન્ડ ક્ષેત્રીય પરિષદની ધાર્મિક લઘુમતી સમિતિના મહામંત્રી અલાઉદ્દીન અલીએ રમખાણોની તપાસની માગણી કરી છે. હિંસા કઇ રીતે ભડકી અને તેની પાછળ કોનો હાથ છે તે અંગેની તપાસ કરવા તેમણે માગણી કરી હતી. રાજ્ય સરકાર સીબીઆઇ તપાસની માગણી કરે તેમ એમણે જણાવ્યું હતું.
- ઉત્તર-પૂર્વની મુલાકાત ના લેવા ઓસ્ટ્રેલિયાની ચેતવણી
ઓસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકોને ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારની મુલાકાતે જવા સામે ચેતવણી આપી હતી. ચેતવણીમાં જણાવ્યા મુજબ નાગરિકોને આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા અને મણપિુર સહિતનાં રાજ્યોની મુલાકાતે ના જવા પોતાના નાગરિકોને ચેતવણી આપી છે.
(વધુ વિગતો માટે ફોટોગ્રાફ્સ સ્લાઈડ કરો.)
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રીનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં વાંચી શકો છો. સમાચાર અંગે તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.
છેડતી કરનાર જવાનને સજા અપાવવા સ્થાનીકોની 'ન્યૂડ પરેડ'






