- ઉંમર અંગેના વિવાદ બાદ વી.કે.સિંહ સરકાર સામે લડી લેવાના મૂડમાં
- સેનાપ્રમુખ વી.કે.સિંહે પોતાની જન્મતારીખમાં ફેરફારની અરજી કરી હતી
- સંરક્ષણ મંત્રાલયે વી.કે.સિંહની અરજી ફગાવી દીધી
- 31 મે 2012ના રોજ વી.કે.સિંહ થવાના છે નિવૃત
ઉંમર અંગે પેદા થયેલા વિવાદથી નારાજ સેના પ્રમુખ જનરલ વી.કે.સિંહ સરકારને સુપ્રીમ કોર્ટમાં ઢસડી જઇ શકે છે. સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે જનરલ સિંહની જન્મતારીખના વર્ષમાં ફેરફાર કરવાની તેની ફરિયાદ ફગાવી દીધી. જન્મતારીખમાં ફેરફારની અરજી ફગાવી દેવાતાં હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે સિંહ 31 મે, 2012ના રોજ નિવૃત થઇ જશે.
સેનાપ્રમુખ મંત્રાલયની વાત આટલી સરળતાથી માનવાના મૂડમાં નથી દેખાતા. અલગ-અલગ મીડિયામાં સુત્રોના હવાલાથી આવી રહેલા અહેવાલો પ્રમાણે સેનાપ્રમુખ આને 'સન્માનની લડાઇ' માનીને કાયદાકીય વિકલ્પો અજમાવી શકે છે. ફરિયાદ ફગાવી દેવાયા બાદ જનરલ સિંહ પાસે સુપ્રીમ કોર્ટ અથવા આર્મ્ડ ફોર્સીઝ ટ્રિબ્યુનલમાં જવાનો વિકલ્પ બચે છે. જો કે તે નિવૃત થવાનો પણ ઇન્કાર નથી કરી રહ્યા પણ તેનું કહેવું છે કે તે નોકરી માટે નહીં પરંતુ આત્મસન્માનની લડાઇના રૂપમાં આ મુદ્દાને જોઇ રહ્યા છે. એવા પણ અહેવાલો હતા કે જનરલ સિંહ કાયદાકીય સલાહકારો પાસેથી સલાહ લઇ રહ્યા છે.
સેનાપ્રમુખે સત્તાવાર દસ્તાવેજોમાં પોતાની જન્મતારીખ 10 મે 1950ના બદલે 10 મે 1951 કરવા માટે અરજી કરી હતી જેનો એટર્ની જનરલે અભ્યાસ કર્યો હતો બાદમાં તેણે પોતાની ભલામણો સંરક્ષણ મંત્રાલયને મોકલી આપી હતી. મંત્રાલયે એટર્ની જનરલની ભલામણ બાદ પોતાનો એવા મતલબનો નિર્ણય સેનાપ્રમુખનો મોકલ્યો કે તેની અરજી ફગાવી દેવામાં આવે છે.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.