આઝાદીના ૬૪ વર્ષ પછી ભવિષ્યની નોકરશાહીના સ્વરૂપને બદલવા માટે સિવિલ સેવા પ્રિલિમ્સમાં અપનાવાઇ રહેલા એપ્ટિટ્યૂડ ટેસ્ટથી વિદ્યાર્થીઓમાં અજાણ્યા વિષય અને અજ્ઞાત અભ્યાસક્રમ અંગે ગભરાટ ફેલાઇ ગયો છે. તેઓને ડર છે કે હવે આઇએએસ અધિકારી બનવું પહેલાં કરતાં પણ અધરંુ બની જશે. અલબત્ત, આઇએએસની તૈયારી કરનારા શિક્ષકો અને જુના અમલદારો આને યોગ્ય દિશામાં ઉઠાવેલું પગલું ગણાવે છે.
સિવિલ સેવાની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનું કહેવું છે કે યૂયીએસસી ડિસેમ્બરમાં એપ્ટિટ્યૂડ ટેસ્ટનો અભ્યાસ ક્રમ બહાર પાડશે. જ્યારે પ્રિલિમ પરીક્ષા મેમાં થનારી છે. આવામાં નવા અભ્યાસક્રમ અનુસાર તૈયારી કરવા માટે પૂરતો સમય મળશે નહીં.
અમદાવાદમાં સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરી રહેલા ચેતન ડોક્ટરે જણાવ્યું હતું કે જો એપ્ટિટ્યૂડ ટેસ્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જવી હશે તો આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને નુકસાન થશે અને સાયન્સ તેમજ કોમર્સના વિદ્યાર્થીઓ પ્રિલિમ પરીક્ષા પાસ કરી શકશે. સિવિલ સેવા પરીક્ષામાં પ્રથમ બેઠક ચૂકી ગયેલા વિદ્યાર્થીઓ સામે તો અલગ સમસ્યા છે. દિલ્હી સ્થિત રાવ આઇએએસ સ્ટડી સર્કલના નિર્દેશક વીપી ગુપ્તાએ જણાવ્યું હતું કે અભ્યાસક્રમ કેવો હશે તેની હજુ સુધી તેમને પણ ખબર નથી.
તેઓ વૈકલ્પિક વિષયોમાં જોરદાર તૈયારી કરીને સારા પરિણામની આશા રાખી રહ્યા છે. જયપુરના વિદ્યાર્થી સંદીપ કલવાનિયાના જણાવ્યા અનુસાર પહેલીવાર પરીક્ષા આપનારા ફાયદામાં રહેશે. જ્યારે અગાઉ આ પરીક્ષામાં બેઠેલા પ્રતિયોગીઓએ નવી રીતે તૈયારી કરવી પડશે. પહેલીવાર પરીક્ષા આપી રહેલા ભોપાલના સચિન શર્માએ જણાવ્યું હતું કે વ્યક્તિગત રૂપે તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
નિર્ણય લેવા અને વહીવટની ક્ષમતાની તપાસ કરાશે
પ્રિલિમ્સમાં નવા ટેસ્ટથી લાગશે ગોખવાની પ્રવૃત્તિ પર લગામ
ભવિષ્યના અધિકારી કેવા હશે તે અમુક હદ સુધી સિલેબસના સ્વરૂપ પર જ નિર્ભર હશે. લખનઉ સ્થિત ઇન્સ્ટિટયૂટ ઓફ કેરિયર સ્ટડીઝના નિર્દેશક ડૉ. અમૃતાદાસ કહે છે કે, ગુણોની તપાસ માટે સિલેબસ હોઇ જ શકે નહીં. આ ટેસ્ટ દ્વારા વ્યક્તિમાં વહીવટી ક્ષમતા જાણી શકાશે. તેમાં નૈતિક નિર્ણય લેવાની ક્ષમતા જેવા ગુણ પરખવામાં આવ્યા બાદ પસંદ કરવામાં આવેલા અધિકારીઓથી વધુ સારા પ્રદર્શનની આશા છે.
ભોપાલમાં યુનિક આઇએએસ સ્ટડી સર્કલના ગૌરવ મારવાહ અને પ્રીફેસ આઇએએસ ઇિન્સ્ટટયૂટના સંજય ચિંચખેડકરે પણ માન્યું કે, સિલેબસ અંગે સ્થિતિ ડિસેમ્બરમાં જ સ્પષ્ટ થશે. મારવાહનું એવું માનવું છે કે, વિદ્યાર્થીઓને તૈયારી કરવાનો સમય મળી શકે તેના માટે તેને ૨૦૧૨થી લાગુ કરવું જોઇએ.
આ વર્ષે સિવિલ સેવા પરીક્ષામાં ટોપર રહેલા શ્રીનગરના નિવાસી ડૉ. શાહ ફેસલ કહે છે કે, તેનાથી વાસ્તવિક પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીઓની નિર્ણય લેવાની ક્ષમતા જોવામાં આવશે. જ્યારે જયપુર સ્થિત આઇએએસ અધિકારી નીરજ કે. પવને ટેસ્ટને યોગ્ય પગલું ગણાવીને કહ્યું કે, મેનેજમેન્ટ, શિક્ષણ, બેંકિંગ, ન્યાયીક સેવા, સંરક્ષણ સેવા, પાઈલટ સેવા અને વહીવટી સેવા માટે અલગ-અલગ અભિરુચિની જરૂર હોય છે.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ વીઆરએસ કોલગી એવું માને છે કે, આ ટેસ્ટથી જંગી ફી લેનારા આઇએએસ કોચિંગવાળાઓના દિવસ જતા રહેશે. નેશનલ રૂરલ હેલ્થ મશિન (એનઆરએચએમ) જયપુરના નિર્દેશક ડૉ. પ્રીતમ બી. યશવંતે જણાવ્યું કે, પ્રિલિમ્સનું નવું મોડલ જીઆરઇ, જીમેટ અને કેટ પરીક્ષામાં પહેલાથી જ અપનાવવામાં આવી રહ્યું છે. આ પ્રણાલીથી પ્રારંભિક તબક્કામાં જ યોગ્ય અધિકારીઓની પસંદગીમાં મદદ મળશે. - નેશનલ ન્યૂઝ રૂમ
આવી રીતે થશે ટેસ્ટ
પબ્લિક એડમિનિસ્ટ્રેશનના વિષયોની મદદથી નિર્ણય લેવાની અને વિશ્લેષણની ક્ષમતા માપવામાં આવશે. જ્યારે નૈતિકતા અને વ્યવહાર સંબંધી ગુણોનું મૂલ્યાંકન મનોવિજ્ઞાનના વિષયોથી કરવામાં આવશે.
હાલમાં શું છે ?
- બે પેપર હોય છે. એક જનરલ સ્ટડીઝ અથૉત્ સામાન્ય જ્ઞાન અને બીજી કસોટી તે સ્પર્ધા માટે પસંદ કરેલા વિષયની કસોટી. પ્રથમ પેપર દોઢસો અને બીજું પેપર ત્રણસો ગુણનું હોય છે.
- પરીક્ષાના કેટલાક વિષય સરળ અને કેટલાક કિઠન માનવામાં આવે છે. તેના કારણે યુપીએસસી મૂલ્યાંકનમાં ‘સ્કેલિંગ’ નામક પદ્ધતિ અપનાવે છે ,જેને ગોપનીય રાખવામાં આવેલ છે.
હવે આમ થશે ?
- જનરલ સ્ટડીઝ સાથે એપ્ટિટ્યૂડ ટેસ્ટનું પેપર હશે. બંને સમાન અંકના પેપર હશે.
- સ્કેલિંગ જેવી પદ્ધતિની જરૂર નહીં રહે.
- ઉમેદવારની મૂલ્ય આધારિત નિર્ણય ક્ષમતાની કસોટી થશે.
- સ્મૃતિના બદલે વિશ્લેષણ ક્ષમતાની તપાસ થશે.
એપ્ટિટ્યૂડ ટેસ્ટ કઈ રીતે
ખાનગી કંપનીઓ એપ્ટિટ્યૂડ ટેસ્ટ માટે ઉમેદવારોને સમૂહમાં બોલાવે છે. સામૂહિક ચર્ચા કરાવવામાં આવે છે. તેમના વ્યવહારને જોવામાં આવે છે. મને નથી લાગતું કે યુપીએસસી લાખોની સંખ્યામાં આવનારા ઉમેદવારોની આ રીતે કસોટી લઇ શકશે.