જમાઈ કરતો બાળકીઓ સાથે રેપ, મા-દિકરી બનાવતાં વીડિયો

-છોકરીઓને મોકલવામાં આવતી રેડલાઈટ એરિયામાં
-સીબીઆઈ ચાર્જશીટમાં ખુલાસો
અપના ઘરમાં જ્યારે છોકરીઓ સાથે દુષ્કર્મ કરવામાં આવતું ત્યારે સંચાલિકા જશવંતી દેવી અને તેની પુત્રી સિમ્મી વીડિયો બનાવતા હતા. જશવંતી દેવીનો જમાઈ જયભગવાન અને સતીશ જ કિશોરીઓને શિકાર બનાવતા હતા.સીબીઆઈએ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં આ વાતો કહેવામાં આવી છે. પીડિત છોકરીઓના સૌગંધનામાના આધારે આ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. અપના ઘરમાં થયેલા અનેક ગોરખધંધાનો પર્દાફાશ થયો છે.
એક છોકરીને બાળક પેદા થતાં, તેને રૂ. 21 હજારમાં વેંચી દેવામાં આવ્યું હતું. જે છોકરીઓ ગર્ભવતી થતી તેમને દવા આપીને ગર્ભપાત કરાવી નાખવામાં આવતો.
દેહવ્યાપાર માટે રેડલાઈટ એરિયામાં મોકલવામાં આવતી
ચાર્જશીટમાં સીબીઆઈએ કહ્યું છે કે અપના ઘરમાં રહેતી છોકરીઓ પાસે બળજબરીપૂર્વક દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. અપના ઘરમાં છોકરીઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. છોકરીઓને દિલ્હીના રેડલાઈટ વિસ્તારમાં વેંચી દેવામાં આવતી હતી. જે છોકરીઓ આવું કરવાનો ઈન્કાર કરે તેમને ગરમ ચીપિયાથી અથવા તો અન્ય રીતે ત્રાસ આપવામાં આવતો.
છોકરીઓને ચોરી શીખવવામાં આવતી
ચાર્જશીટમાં આરોપ મુકવામાં આવ્યો છે કે અપના ઘરમાં રહેતા બાળકોને ચોરી કરવાનું શીખવવામાં આવતું. આ માટે બાળકોને નગ્ન કરીને ફટકારવામાં આવતાં. એટલું જ નહીં બાળકોને નશાના વ્યસની બનાવી દેવામાં આવતાં, જે બાળક નશો કરવાનો ઈન્કાર કરતું, તેમને જ્યુસમાં ભેળવીને નશો આપવામાં આવતો. બાળકોને પૂછપરછ કરતાં માલૂમ પડ્યું હતું કે જશવંતી દેવીના જમાઈના ઘરે છોકરીઓને મોકલવામાં આવતી. જમાઈના ઘરે મોટાભાગનો સમય તેમની પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો. છોકરીઓને બળજબરીથી શરાબ પીવડાવવામાં આવતી, હોળીના દિવસે પણ છોકરીઓને બળજબરીપૂર્વક શરાબ પીવડાવવામાં આવતી.
સીબીઆઈએ નિર્ધારિત સમય મર્યાદામાં ચાર્જશીટ દાખલ કરીને આરોપીઓની જામીનના દરવાજા બંધ કરી દીધા છે. સીબીઆઈએ મોડેથી તપાસ શરૂ કરી હતી, આથી આશંકા હતી કે ચાર્જશીટ મોડેથી દાખલ થશે. સીબીઆઈને આરોપીઓના રિમાન્ડ પણ મળ્યા ન હતા. સીબાઈએ જ્યુડિશ્યલ કસ્ટડીમાં લઈને જ આરોપીઓની તપાસ હાથ ધરી હતી. ખાસ વાત એ છે કે પીડિત છોકરીઓના સૌગંધનામાને ચાર્જશીટનો મુખ્ય આધાર બનાવવામાં આવ્યો હતો.
(અપના ઘરના સંચાલકોની ધમકીથી નેતાઓ શા માટે ચિંતિત છે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો)






