સમાજ સેવક અણ્ણા હજારે દ્વારા સોમવારે જાહેરાત કરવામાં આવી હતી કે, તેઓ પોતાની ટીમનું પુનઃગઠન કરશે. આ દરમિયાન મુસ્લીમ-દલિત-આદિવાસી સહિત તમામ વર્ગોને સમાવિષ્ટ કરવામાં આવશે.
અણ્ણાએ કહ્યું હતું કે, ટીમ અણ્ણાને વિભાજીત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોઈ ચોક્કસ વર્ગને ફરિયાદ નહીં રહે અને તમામ જિલ્લા સ્તર સુધી કોર કમિટિનું વિસ્તરણ કરવામાં આવશે. આ સાથે જ યુવાનોને પણ પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવશે. તેમણે સરકારને ચાહે તે એજન્સી પાસેથી તપાસ કરાવી લેવા પડકાર ફેંક્યો હતો.
ટીમ અણ્ણાના સભ્યો અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા, કિરણ બેદી અને પ્રશાંત ભૂષણના કારણે અનેક વખત વિવાદ ઊભા થતા જણાયા છે. આથી, ટીમ અણ્ણા દ્વારા એવા નિવૃત્ત ન્યાયધીશની શોધ કરવામાં આવી રહી છે, જે ટીમ અણ્ણા પર લાગેલા આરોપોની તપાસ કરશે અને તેના આધાર પર અભિપ્રાય. દિગ્વિજયસિંહનો આરોપ છે કે, અણ્ણાની આજુબાજુના લોકો રાજકીય મહત્વકાંક્ષાઓને સંતોષવા માટે અણ્ણાનો ઉપયોગ કરી રહ્યાં છે.
તમારો મત
શું તમને લાગે છે કે, સરકારનું લક્ષ્ય ટીમ અણ્ણામાં ફાટ-ફૂટ પડાવવાનું છે ? શું સરકાર તેમાં સફળ થશે ? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.