Advertisement
Home >> National News >> Latest News >> National >> Anna Hazare Starts Fast At Jantar Mantar

જંતર મંતર ખાતે અણ્ણા હજારે અનશન પર બેઠા

Agency, New Delhi | Jul 29, 2012, 11:07AM IST
 
 


-સરકાર પર આરોપોનો વરસાદ -ઉમટી પડી જનમેદની -ટીમ અણ્ણામાં ઉત્સાહનો સંચાર

અનશનના પાંચમા દિવસે ગાંધીવાદી નેતા અણ્ણા હજારે જંતર મંતર ખાતે અનશન પર ઉતર્યા છે. અન્ય દિવસોની સરખામણીમાં રવિવારે અનશન સ્થળ પર સારી એવી જનમેદની જોવા મળી હતી. ભીડ જોઈને ટીમ અણ્ણામાં પણ ઉત્સાહનો સંચાર થયો હતો.

બીજી બાજુ, અણ્ણાના અનશનની સરકાર પર અસર થવા લાગી છે. કેન્દ્ર સરકારના કાયદાપ્રધાન સલમાન ખુર્શીદના કહેવા પ્રમાણે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પડકાર ફેંકવોએ હાથી સાતે ટક્કર જેવું કામ છે. ખુર્શીદે સામાજિક કાર્યકર અરવિંદ કેજરીવારનાં નિવેદનમાં આ વાત કરી હતી. આ નિવેદનમાં કેજરીવાલે કહ્યું હતું કે દેહરાદુનમાં અણ્ણાની રેલીમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. એ સમયે પાસે જ રાહુલ ગાંધીની રેલી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. ખુર્શીદે દાવો કર્યો હતો કે ટીમ અણ્ણા જે પ્રકારનું લોકપાલ બીલ ઈચ્છે છે તેનાથી સામાન્ય જનતાને જ સમસ્યા થશે.

રવિવારે અણ્ણા હજારે અનશન સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે મારી ટીમના સભ્યો અનશન કરતા હોય ત્યારે તેઓ માત્ર ધરણાં પર બેઠા હોય તે વાત મારી આત્માને બરાબર લાગતી ન હતી. અનશનના પાંચમા દિવસે લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળતો હતો. આ માટે મુખ્ય ત્રણ કારણોને જવાબદાર માનવામાં આવે છે. રવિવારથી અણ્ણા હજારે અનશન ઉપર ઉતર્યા છે, બીજું રજાનો દિવસ હોવાથી નોકરિયાત વર્ગને અનશનમાં સામેલ થવાનો સમય મળ્યો અને રવિવારે દિલ્હીનું વાતાવરણ ખુશનુમા હતું.

આ પહેલા મહારાષ્ટ્ર સદનની બહાર પત્રકારો સાથે વાતચીતમાં અણ્ણા હજારેએ આરોપ મુક્યો હતો કે સરકાર દ્વારા બંધારણનું પાલન નથી થઈ રહ્યું. આઝાદીનાં 65 વર્ષો બાદ પણ લાખો લોકોને ખાવાનું નથી મળતું, જ્યારે અનેક લોકો પાસે અખૂટ સંપત્તિ છે. સરકાર આરોપ મુકી રહી છે કે તેમનું આંદોલન ગેરમાર્ગે દોરવાઈ ગયું છે, પરંતુ જનતાને લાગે છે કે સરકાર ગેરમાર્ગે દોરવાઈ ગઈ છે.

વડાપ્રધાનનાં ઘરની બહાર ચોર લખવા અંગે પ્રતિક્રિયા આપતા અણ્ણાએ કહ્યું હતું કે અન્યાયને સહન કરતાં-કરતાં લોકો ત્રાસી જાય છે. તેમનાંમાં આક્રોશ પેદા થાય છે, ત્યારે આવું કરી બેસે છે. આ બાબત યોગ્ય નથી. આંદોલન તરફ સમાજને અપેક્ષા છે એટલે સહજ રહેવું જોઈએ. રવિવારે મંચ પરથી પણ વક્તાઓ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવતી હતી કે તેઓ ધીરજ ન ગુમાવે.

તમારો મત  
 
સંબંધિત સમાચાર તમારા સ્ક્રીનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં વાંચી શકો છો. સમાચાર અંગે તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.


 
 
 

Your Opinion
 
 
Code:
7 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment