ભ્રષ્ટાચાર સામે કડક કાયદો બનાવવાની માંગ સાથે નવીદિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન પર બેઠેલા અણ્ણા હજારેએ ભાજપના ભૂતપૂર્વ નેતા ઉમા ભારતીની માફી માંગી હતી. ગુરૂવારે અણ્ણાએ કહ્યું હતું કે, મારી બહેન (ઉમા ભારતી) બુધવારે આવી હતી, પરંતુ કેટલાંક લોકોએ તેમને પરત મોકલી દીધી હતી.
-અણ્ણાએ માંગી ઉમાની માફી
-બુધવારે લોકોએ ઉમા ભારતીને અણ્ણા સાથે મુલાકાત કરતાં અટાવેલાં
-મારી બહેન પ્રદર્શનમાં બેસે, પરંતુ મંચ પર નહીં: અણ્ણા હજારે
જંતર-મંતર ખાતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન ગુરૂવારે અણ્ણા હજારેએ કહ્યું હતું કે, "કાલે (બુધવારે) મારી બહેન ઉમા ભારતી આવી હતી, પરંતુ કેટલાંક લોકોએ તેને પરત મોકલી દીધી હતી. જેનાથી મને ખૂબ દુઃખ થયું છે, અને હું માફી માંગુ છું. ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાં પ્રદર્શન પર બેસવાની છૂટ છે, પરંતુ તેઓ મંચ પર આવી ન શકે. જેથી આ આંદોલન સામે કોઈ આંગળી ન ચીંધી શકે."
અણ્ણા હજારેએ આ અંગે ફોડ પાડતા કહ્યું હતું કે, "જો ઉમા ભારતી આંદોલનકારીઓની મુલાકાત લેવા માંગતા હોય તો તેમણે મારા મંચ પર બેસવાના બદલે ભીડની સાથે બેસવું પડશે. આ આંદોલનને રાજકીય સ્વરૂપ આપવું અયોગ્ય રહેશે."
તમારો મત
અણ્ણાં હજારેના અનશન અંગે તમારું શું માનવું છે ? સમગ્ર દેશને સાથે રાખીને ભ્રષ્ટાચાર સામે આંદોલન હાથ ધરી શકે તેવી ક્ષમતા લોકોને અણ્ણા હજારેમાં દેખાય રહી છે. તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો.