ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અમિત શાહની સીબીઆઇ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં અમિત શાહ દ્વારા સહકાર આપવામાં આવતો નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
અમિત શાહે એવું કહ્યું હતુંકે, તેઓ ભૂલી ગયા છે. તેમને યાદ નથી વગેરે. વ્યવહારિક રીતે આ વાત ગળે ઉતરે તેવી નથી. પરંતુ, કાયદાકીય નિષ્ણાતોના મતે તેમાં કેટલાક ટેક્નિકલ પાસા હોવાના કારણે, અમિત શાહ આવું કરી રહ્યાં છે,
કાયદાકીય નિષ્ણાતોના મતે, આ રીતે અમિત શાહ મૌન રહેવાના તેમના હક્કનો ઉપયોગ કરી રહ્યાં છે. આ હક્કના હેઠળ જ સુપ્રીમ કોર્ટ દ્વારા નાર્કો ટેસ્ટ પરનો ચૂકાદો આપ્યો હતો. જેમાં બંધારણના મૂળભૂત હક્કની વાત છે. જે મુજબ આરોપીની મરજી વિરૂદ્ધ નાર્કો ટેસ્ટ ન કરાવી શકાય તેમ ઠેરવવામાં આવ્યુ હતું.