Advertisement
Home >> National News >> Bhaskar Gyan >> Amir Faces Criticism After SMJ Pesticides Episode

‘સત્યમેવ જયતે’માં પેસ્ટીસાઈડ્સનો વિરોધ અને વિજ્ઞાપનમાં કોલાનાં ગુણગાન

divyabhaskar.com | Jun 25, 2012, 06:50AM IST
 
 


‘સત્યમેવ જયતે’માં પેસ્ટીસાઈડ્સનો વિરોધ અને વિજ્ઞાપનમાં કોલાનાં ગુણગાન

આમિર ખાને ‘સત્યમેવ જયતે’ના નવા એપિસોડમાં ફૂડ પ્રોડક્ટ્સમાં કિટનાશકો ( પેસ્ટીસાઈડ્સ)નો મુદ્દો ઉઠાવી ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અપનાવવાની અપીલ કરી હતી.

આમિરના શોના પ્રસારણ બાદ પેસ્ટીસાઈડ્સ અને આપણે શું ખાઈએ છીએ ? તે ટોપિક પર ચર્ચા કરી રહ્યા છે. દરેક એપિસોડમાં આમિરની પ્રશંસા થતી હતી પણ તાજેતરમાં જ પ્રસારિત થયેલા એપિસોડ બાદ લોકોએ તેની સામે પ્રશ્ન ઉઠાવ્યા હતાં.

લોકો સૌથી વધારે કોકા કાલાને લઈને પ્રશ્ન કરી રહ્યાં છે. ટ્વિટર પર મોટાભાગના લોકોની પ્રતિક્રિયા આવી રહી હતી. આમિર ખાન જ્યારે પેસ્ટિસાઈડ્સની વાત કરે છે ત્યારે તે એમ કેમ ભૂલી જાય છે કે તે ખુદ કોકા કોલાની વિજ્ઞાપન કરે છે?

આમિર ખાન તેના શો દ્રારા સમાજમાં જાગરૂકતા લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે આ અંતર્ગત આ વખતે પણ મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવ્યો છે અને લોકોની આ વાતને લઈને ચિંતા પણ કરી રહ્યો છે કે તેઓ શું ખાય છે. પરંતુ, આ વખતે લોકો આમિર પાસેથી બોધપાઠ લેવાની જગ્યાએ તેને જ બોધપાઠ આપી રહ્યા છે.

વાંચો ટ્વિટર પર આવેલી કેટલીક પ્રતિક્રિયાઓ

Cancerian

ખેડૂત ખેતરમાં પેસ્ટીસાઈડનો ઉપયોગ કરે અને આમિર ખાન તેની ફિલ્મ ડીકેબોસનો. બંનેનો ઉદેશ્ય તો એક જ છે... પૈસા

Voyageur

પ્રિય આમિર, આ કાલ્પનિક પરિસ્થિતિઓ કંઈ કરી નહીં શકે. હરિયાળી ક્રાંતિને જો પછી તારી સમજમાં આવશે આ કહાણી.

Amaresh Rath

જે વ્યક્તિ પેસ્ટીસાઈડ્સના ખોટા પ્રભાવો પર શો કરી રહ્યો છે તે કોકા કોલાનો બ્રાન્ડ એમ્બેસેડર હતો.

kppradeep

આ એજ આમિર છે જે લોકોને કોકા કોલા પીવાની સલાહ આપતો હતો. એજ કોક જેણે ભારતીય સોફ્ટડ્રિંક કંપનીઓને ખતમ કરી નાંખી

Ashishmaharishi

શું આમિરને ખબર નથી કે તે જે કોકા કોલાનો પ્રચાર કરે છે, તેમાં પણ કીટનાશક હોય છે. આવા બેવડા ધોરણ કેમ ?



 

Your Opinion
 
 
Code:
1 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment