>પોલીસકર્મીઓને બંધક બનાવાનાર નક્સલીઓના માસ્ટરમાઈન્ડને ઝડપી લેવામાં આવ્યો છે, જો કે બાકીના ત્રણ પોલીસકર્મીઓ અંગે કોઈ જાણકારી મળી નથી.
બિહારના લખીસરાયમાં નક્સલીઓ દ્વારા બંધક બનાવેલ ચાર પોલીસકર્મીમાંથી એકની હત્યા કરી દેવાયા બાદ આ વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, આ કોમ્બિંગ ઓપરેશનમાં પોલીસે જમુઈ જિલ્લામાંથી બે નકસ્લી નેતાની ધરપકડ કરી લીધી છે. જેમાંથી પ્રમોદ નામનો સખશ આ હોસ્ટિજ ડ્રામાનો માસ્ટરમાઈન્ડ હોવાનું જાણવા મળ્યું છે. જો કે નક્સલીઓ દ્વારા આપવામાં આવેલી ત્રીજી ડેડલાઈન સમાપ્ત થઈ ગયાના 24 કલાક પસાર થઈ જવા છતાં હજું એ ત્રણ પોલીસકર્મી અંગે કઈ જાણકારી નથી.
નક્સલઓએ ગત રવિવારે 10 પોલીસકર્મીની હત્યા કરી ચાર પોલીસકર્મીને બંધક બનાવી લીધા હતા. આ ચાર પોલીસકર્મીના બદલામાં નક્સલીઓએ જેલમાં કેદ તેમના આઠ સાથીઓને છોડી મુકવાની માંગ કરી હતી. બંધક બનાવવામાં આવેલ ચાર પોલીસકર્મીમાંથી નક્સલીઓએ એક પોલીસકર્મીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.