'અગ્નિ-1'નું સફળ પરીક્ષણ, 700 કિમીની મારક ક્ષમતા
Agency, Bhubneshwar
| Jul 13, 2012, 15:28PM IST

-સેનાને તાલિમ આપવાનો હતો હેતુ
શુક્રવારે ઓડિશાના વ્હિલર દ્વિપ ખાતેની પરીક્ષણ રેન્જ પર સ્વદેશી મિસાઈલ અગ્નિ-1નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ બેલેસ્ટિક મિસાઈલની મારક ક્ષમતા 700 કિલોમીટર સુધીની છે. સેનાની જરૂરિયાત પ્રમાણે 'અગ્નિ-1'ને તૈયાર કરી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
સંરક્ષણ વિભાગનાં સૂત્રોનાં કહેવાં પ્રમાણે, જમીનથી જમીન પર માર કરનારી મિસાઈલ છે. જેમાં ઘન ઈંધણનો ઉપયોગ થયો છે. મોબાઈલ લોન્ચર પરથી સવારે 10 કલાક અને દસ મિનિટે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઈન્ટિગ્રેટેડ મિસાઈલ રેન્જ પરથી આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
સેનાના જવાનોને મિસાઈલ છોડવા માટેની પ્રક્રિયાની તાલિમ મળે તે માટે, સેનાની વ્યૂહરચનાં પાંખ દ્વારા આ તાલિમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં ડીઆરડીઓએ પણ સહાયતાં કરી હતી. 'અગ્નિ-1' મિસાઈલ તેની ગાઈડિંગ પ્રણાલીના કારણે નિશાન પર અચૂક વાર કરી શકે છે.
આ મિસાઈલને ભારતીય સેનામાં સામેલ કરી લેવામાં આવી છે. આ મિસાઈલની લંબાઈ 15 મીટર છે. જ્યારે તેનું વજન 12 ટન હોય છે. અગ્નિ-1 તેની સાથે એક હજાર કિલોગ્રામનાં વજનનું વહન કરી શકે છે. અગ્નિ-1 મિસાઈલનું નિર્માણ એડવાન્સ સિસ્ટમ લેબોરેટ્રી દ્વારા કરવામાં આવ્યું છે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રીનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં વાંચી શકો છો. સમાચાર અંગે તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.







