બ્રિટિશકાળમાં કોલકતામાં સ્થાપવામાં આવેલા હાવડા બ્રીજ પર ખતરો ઊભો થયો છે. જેનું કારણ અહીંથી પસાર થતા લોકોની અયોગ્ય આદતો છે. બ્રિજના હેંગર અને થાંભલાની સ્ટીલની જાડાઈ છ મિલિમિટર હતી. જે હાલ ટીને માત્ર ત્રણ મિલિમિટર જેટલી રહી ગઈ છે.
-'હાવડા બ્રીજ' છે ખતરામાં, કારણ પાન-મસાલા!
-સ્ટીલની જાડાઈ છ મી.મી.થી ઘટી ત્રણ મી.મી. રહી
-દેવી-દેવતાઓ બચાવશે
હાવડા બ્રીજના સ્ટીલની જાડાઈને નુકશાન થવાનું કારણ લોકોની પાન-માવા ખાવાની અને થૂંકવાની આદતને માનવામાં આવે છે. જેના કારણે, સમગ્ર બ્રીજ એક પીકદાની જેવો બની ગયો છે. જેના કારણે, મોટાપાયા પર બ્રીજને કાટ લાગી રહ્યો છે અને બ્રીજનો કેટલોક ભાગ નબળો પડી ગયો છે. વર્ષ 1937માં બનેલા બ્રીજ પર 78 હેંગર છે અને આ પુલના નિર્માણ માટે 26,500 ટન સ્ટીલનો ઉપયોગ કવરામાં આવ્યો છે. દરરોજ લગભગ પાંચ લાખ લોકો પેદલ આ બ્રીજ પર ચાલે છે. અને પાંચ લાખ વાહનો પસાર થાય છે.
બચાવ માટેની યોજના તૈયાર કરવામાં આવી છે. સ્ટીલના સ્ટ્રક્ચરની ઉપર ફાઈબર ગ્લાસ ચડાવવામાં આવશે. જેથી તમામ હેંગર અને થાંભલા પર આધાર લગાવવામાં આવશે. જેથી ધોવા છતાં તેને સાફ કરી શકાશે. ફાઈબર ગ્લાસની ઉંચાઈ 2 મીટર જેટલી ઊંચાઈ રાખવામાં આવશે. ઉપરાંત જે સ્થળો પર પર સૌથી વધુ ગંદકી લોકો ફેલાવે છે, ત્યાં દેવી-દેવતાઓની તસવીર પણ લગાવવામાં આવશે.
તમારો મત
શું તમને લાગે છેકે, વહિવટી તંત્ર દ્વારા દેવી-દેવતાઓની તસવીરનો ઉપયોગ લોકોને થૂંકતા અટકાવવા માટે કરવામાં આવે તે યોગ્ય છે ? તેનાથી લોકોની ધાર્મિક લાગણી દૂભાશે તો જવાબદાર કોણ રહેશે? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે