Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Power Gallery
 

ગુજરાત આગળ નીકળી ગયું, પ. બંગાળ રહી ગયું: અડવાણી

 
Source: Agency, Nadia   |   Last Updated 7:23 PM [IST](21/04/2011)
 
 
 
 
Advertisement
 
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પશ્ચિમ બંગાળના નક્શીપરામાં એક ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં અડવાણીએ ભાજપ શાસિત ગુજરાત અને ડાબેરી મોરચાં શાસિત પશ્ચિમ બંગાળની સરખામણી કરી હતી. જેમાં અડવાણીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ કરતાં ગુજરાત આગળ નીકળી ગયું છે.

-ગુજરાત આગળ નીકળી ગયું, પ. બંગાળ રહી ગયું: અડવાણી
-ડાબેરીઓ પર સીધું નિશાન
-તૃણમુલ કોંગ્રેસ પર આડકતરો પ્રહાર


ચૂંટણી સભાને સંબોધિત કરતાં અડવાણીએ કહ્યું હતું કે, ટૂંક સમયમાં ગુજરાત ખૂબ આગળ નીકળી ગયું છે. પણ 34 વર્ષ દરમિયાન પશ્ચિમ બંગાળનો વિકાસ કરવામાં ડાબેરી મોરચો નિષ્ફળ રહ્યો છે. તેમણે કેન્દ્રમાં એનડીએના કાર્યાકળને પણ વાગોળ્યો હતો અને કહ્યું હતું કે, જો એનડીએ વધુ સમય માટે સત્તા પર રહ્યું હોત તો વિકાસના વધુ કામો થઈ શક્યાં હોત.

અડવાણીએ મતદારોને યાદ અપાવ્યું હતું કે, ડાબેરી સરકાર છેક 1986 થી પશ્ચિમ બંગાળમાં કમ્પ્યુટરિકરણનો વિરોધ કરી રહી છે.તેમણે 'થાકી ગયેલી યુતિ'ને 'રૂખસદ' આપવા આહ્વાન કર્યું હતું. પોતાના ભાષણ દરમિયાન અડવાણીએ તૃણમુલ કોંગ્રેસ પર સીધો પ્રહાર કર્યો ન હતો. જો કે, સ્થાનિક બેઠક પર છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય બનેલા ઉમેદવાર પર નિશાન સાધ્યું હતું અને તેને દુર કરવા માટે આહ્વાન કર્યું હતું.

તમારો મત

શું તમને લાગે છે કે, ગુજરાત અને પશ્ચિમ બંગાળની સીધી સરખામણી થઈ શકે તેમ છે ? ગુજરાત અને પશ્ચિમ બંગાળ બંને સરખાં અંશે દેવાદાર છે, ત્યારે આ પ્રકારની સરખામણી કરવી યોગ્ય છે ? તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.