સીતાપુરા સ્થિત બીએમઆઈટીમાં બુધવારે સવારે પરીક્ષા આપીને એક વિદ્યાર્થી રમત-રમતમાં નીચે ઉતરી રહ્યો હતો. જો કે, આ રમતે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બીટેક સેકન્ડ યરનો વિદ્યાર્થી શુભમ ચૌધરી રેલિંગથી લપસીની પહેલા માળથી નીચે પટકાયો હતો.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત શુભમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શુભમ મુળ ઝુંઝનુનો રહેવાસી છે. તે કોલેજની હોસ્ટેલમાં રહેતો હતો. સવારે સવા દસ વાગ્યાની સુમારે બુધવારે ઘટી હતી. તે ત્રીજા માળ પરથી પહેલા માળ પર પટકાયો હતો. આ અકસ્માત કેવી રીતે થયો તેનું સીસીટીવી ફૂટેજ પરથી જાણ થાય છે.