- મુખ્યમંત્રીના દરબાર સુધી પહોંચી વાત, મોડે-મોડે પોલીસ ફરિયાદ દાખલ
એજ્યુકેશન ગેરેન્ટી સ્કીમ ટીચર વરિન્દર કૌરને શિરોમણી અકાલી દળના સરપંચે થપ્પડ મારવા મામલે પોલીસે મોડી રાત્રે ફરિયાદ નોંધી હતી. પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે આ મામલે દોષિતો પર યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
અકાલી દળના સાંસદ હરસિમરત કૌરનો પંજાબના ગિદડબાહા વિસ્તારના દૌલામાં એક કાર્યક્રમ હતો તે દરમિયાન મહિલા ટીચર પ્રદર્શન કરી રહી હતી જેની સાથે અણછાજતું વર્તન કરતાં અકાલી સરપંચે મારામારી કરી હતી. બાદમાં પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
- તમારો મત
સત્તાના મદમાં રાચતા આવા રાજકારણીઓ વિરૂદ્ધ પોલીસ યોગ્ય પગલા લેશે? આ સરપંચને શું સજા થવી જોઇએ? આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.