કેન્દ્ર સરકાર પરમાણુ દાયિત્વ બિલ લોકસભામાં રજૂ કરવા માટે જરૂરી સંશોધનનો પ્રસ્તાવ ગૃહના પટલ પર રાખવા પર ભલે ભાર મૂકી રહી હોય, પંરુત બિલ પ્રત્યે સંસદની અંદર અને બહાર વિરોધનું વાતાવરણ વધી રહ્યું છે. આજે સવારે ગ્રીનપીસના કેટલાંક કાર્યકર્તાઓએ દિલ્હીના વિજય ચોક પર પ્રદર્શન કર્યું હતું. કાર્યકર્તા વિજય ચોક પર આવેલી સ્ટ્રીટ લાઈટના થાંભલા પર ચઢી ગયા અને સ્ટ્રીટ લાઈટ પર વિરોધના ઝંડા ફરકાવા લાગ્યા હતા.ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગ્રીનપીસના 6 કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. ગ્રીનપીસના કાર્યકર્તા બિલને સંસદમાં રજૂ કરવાનો વિરોધ કરી રહ્યાં હતા.