માયાવતી, જનાર્દન દ્વિવેદી અને શાહબુદ્દીન સહિતના નેતાઓએ શસ્ત્રો લીધા
રાજકીય રીતે કટ્ટર હરીફ ગણાતાં બસપાનાં માયાવતી, કોંગ્રેસના જનૉદન દ્વિવેદી, ભાજપના શાહનવાઝ હુસૈન અને જેલમાં કેદ મોહમ્મદ શાહબુદ્દીન વચ્ચે શું સમાનતા છે? એ પ્રશ્નનો ઉત્તર છે કે આ તમામ નેતાઓ મોટેભાગે સાંસદોમાં સરકારે જપ્ત કરેલાં શસ્ત્રો ખરીદવાની વૃત્તિમાં સમાનતા ધરાવે છે.
એક આરટીઆઈ જવાબમાં બહાર આવ્યું છે કે છેલ્લાં ૨૫ વર્ષમાં ૭૫૦ સાંસદોએ જપ્ત કરાયેલાં શસ્ત્રો ખરીધ્યાં છે. જેમાં ૧૯૯૦ના આરંભ દરમિયાન વીઆઇપીઓને આર્મીનિયસ અને ઇમૉ રિવોલ્વર ખૂબ જ ગમતી હતી. ૧૯૯૦ના અંતકાળમાં આ સ્થાન વેબ્લી રિવોલ્વરે લીધું હતું. અલબત્ત, છેલ્લા દાયકામાં મોટાભાગના વીઆઇપીઓએ ૨૨ બોર રિવોલ્વર અને ૭.૬૫ એમએમ વોલ્થર પિસ્તોલ પસંદ કરતા હતા.
ગોપાલપ્રસાદ નામના એક કાર્યકર્તાએ દાખલ કરેલી આરટીઆઈ અંગે આપેલા જવાબમાં કમિશનર ઓફ કસ્ટમે (પ્રીવેન્ટિવ)જણાવ્યું હતું કે દ્વિવેદી, અતિક અહેમદ અને અબુ આઝમ આઝમી સહિત ૭૫૦ સાંસદોએ સરકાર પાસેથી વિવિધ પ્રકારનાં શસ્ત્રો ખરીધ્યાં હતાં.
નાણા મંત્રાલય દ્વારા બહાર પડાયેલા જુલાઇ ૨૦૦૨ના પરપિત્ર અનુસાર હાલમાં પોતાના કબજામાં અથવા પોતાની માલિકીનું એકેય શસ્ત્ર નથી, તેવી લેખિતમાં ખાતરી મેળવ્યા બાદ જ ‘વહેલા તે પહેલા’ના ધોરણે ચાલુ સાંસદોને જપ્ત કરાયેલાં શસ્ત્રો વેચવામાં આવી શકે છે.
ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી માયાવતીએ રૂ.૪,૯૦૦ના ભાવે ફેબ્રુઆરી ૧૯૯૧માં આર્મીનિયસ રિવોલ્વર ખરીદી હતી. જ્યારે કોંગ્રેસના સાંસદ જનાર્દન દ્વિવેદીએ છેલ્લા દાયકાના અંતમાં R ૧.૪૫ લાખના ભાવે ૦.૩૨ બોર એસ એન્ડ ડબ્લ્યુ રિવોલ્વર ખરીદી હતી. હાલમાં જેલમાં કેદ ભૂતપૂર્વ સાંસદ અતિક અહેમદ શસ્ત્ર ખરીદવા માટે સૌથી વધુ રકમ ચૂકવનારા વીઆઇપી હતા. તેમણે રૂ.૩.૧૫ લાખની કિંમતે રજર એમ-૭૭ માર્ક-૨ ૩૦.૬૬ એમએમ રાઇફલ ખરીદી હતી. અતિક અહેમદ પર હત્યાના કેટલાક કેસો સહિત ૩૫ ગુનાઇત કેસોની કાર્યવાહી ચાલી રહી છે.