ભાસ્કર શ્રેણી : ભાગ-૧ - નેતૃત્વનું નૈતિક પતનકણૉટકના ‘ટ્રિપલ એક્સ મિનસ્ટિર’ની તપાસ કરવા માટે સ્પીકરે બુધવારે સમિતિ બનાવી દીધી છે. તેની સાથે જ ફાઇલોનો સિલસિલો શરૂ થશે. નેતાઓના અપરાધીઓ સાથેના સંબંધો ઉઘાડા પાડવા માટે કેન્દ્ર અને રાજ્યોની ઘણી સમિતિઓમાં એવું જ થાય છે. સત્તાવાર અહેવાલોમાં દર વખતે એવું પુરવાર થયું છે કે, સાઠગાંઠ ચાલુ છે અને તેને ખતમ કરવું જોઇએ, પરંતુ કશું જ થયું નથી. નૈતિક પતનના કિસ્સા જાહેર કરતી શ્રેણીની પ્રથમ કડી-
સરકારી રીતે નેતા, અધિકારીઓ, મૂડીવાદીઓ, અપરાધીઓની સાઠગાંઠની પુષ્ટિ થઇ
‘આવી સાઠગાંઠ દેશમાં સમાંતર સરકારો ચલાવી રહી છે. બિહાર, હરિયાણા અને ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોમાં તો વિદેશી એજન્સીઓ સાથે સંબંધ ધરાવતા અપરાધીઓની ટોળકીના નેતાઓને સંરક્ષણ મળેલું છે.’ એવું વોહરા સમિતિએ કહ્યું હતું. આ સમિતિની ૧૯૯૩માં નરસિંહરાવ સરકાર દ્વારા નેતા, અધિકારી, ધનિકો અને અપરાધીઓની સાઠગાંઠની તપાસ કરવા માટે રચના કરવામાં આવી હતી. સમિતિના રિપોર્ટ પર કશું જ થયું નથી. આ પ્રકારના ઘણા રિપોર્ટ મંત્રાલયોમાં ધૂળમાં પડેલા છે.
કણૉટકના માજી લોકાયુકત જસ્ટિસ સંતોષ હેગડે સ્પષ્ટ રીતે કહે છે કે, માત્ર બેલ્લારીમાં ૬૦૦થી વધુ અધિકારીઓએ માફિયા અને નેતાઓ સાથે સાઠગાંઠ કરીને કાયદાઓને મનમાની રીતે વિકૃત બનાવી દીધા છે.
ગોસ્વામી સમિતિની વાત કરીએ. ૧૯૯૦માં જનમોરચા સરકારે આ સમિતિની રચના કરી હતી. છ મહિનામાં સોંપેલા પોતાના રિપોર્ટમાં સમિતિએ રાજકીય પક્ષોની ફંડની ઉઘરાણી બંધ કરવાની વાત કહી છે. રિપોર્ટનો અમલ થાય તે પહેલાં જ સરકાર જતી રહી. ૧૯૯૮માં બનેલી ઇન્દ્રજીત ગુપ્તા સમિતિની પણ આ જ હાલત થઇ હતી. ગુપ્તા સમિતિએ સરકારી ખર્ચે ચૂંટણીની શક્યતાઓ ઊંડાણપૂર્વક ચકાસી હતી, પરંતુ ભલામણ પર સરકારે અમલ કરવાની હિંમત પણ બતાવી ન હતી. આ સાઠગાંઠને ૧૯૯૯માં કાયદા પંચે નેતાઓના નૈતિક પતન માટે જવાબદાર ઠરાવી ચૂક્યું છે.
આરોપોના કિસ્સા બની કલંકની અસંખ્ય વાર્તા ટિપ્પણી@કમલેશ સિંહ
માથું હલાવવા માટે, હાથ મસળવા માટે
દેશભરમાં બદનામ અને લોકશાહીના લેટેસ્ટ કલંક સમાન લક્ષ્મણ સાવડી જણાવે છે કે તેમના પર લાગેલા આરોપો નિરાધાર છે. તેમની વાત નિરાધાર નથી. જે દિવસે લોકશાહીની મર્યાદા ફરી એક વખત કણૉટકમાં ચિંથરા ઉડી ગયા, તે દિવસે વિધાનસભામાં લક્ષ્મણ સાવડી નહોતા બેઠા. વાસ્તવમાં કોઓપરેશન મંત્રી હોવા છતાં પણ લક્ષ્મણ સાવડી વિધાનસભાની અંદર ક્યારેય નથી બેઠા.
એ તો અથાની વિધાનસભા ક્ષેત્રના ૧૬૮૬૦૮ મતદારો બેંગલોરની વિધાન સ્મૃતિમાં નથી બેસી શકતા એટલે તેમનો એક પ્રતિનિધિ બેસે છે. લક્ષ્મણ સાવડી એક વચન નહીં, બહુવચન છે. આરોપ સમગ્ર અથાની પર છે, સાવડી તદ્દન ચારિત્રહીન છે. જો સુરેશ કલમાડી અને એ.રાજા કાનૂનના પંજામાં આવીને જેલમાં જઈ શકે છે તો પછી કઠેડામાં તે એ લોકો પણ આવી જાય છે જેમણે તેમની બેઈમાની પર ઈનામ રાખ્યું હોય છે.
કેટલાક સમયથી આપણે આપણી જ આંખોથી જોતા આવ્યા છીએ કે કેવી રીતે આ જોડતોડ એ જ લોકશાહીનાં મૂળિયા ખાય છે, જે લોકશાહીનું આ દેશના એક અબજ વીસ કરોડ લોકો તેમના પરસેવાથી સિંચન કરે છે. જેમના ડરથી આપણા મહોલ્લામાં પણ અસુરક્ષા અનુભવાય છે તેમને આપણે રાજધાનીમાં મોકલી દીધા છે.
રોજબરોજની જરૂરિયાતની ચીજો આપણી પહોંચથી દૂર થતી જાય છે કારણ કે તેની નીતિઓ તેમના ગેરકાયદે હિસ્સાના ત્રાજવામાં તોલાયેલી હોય છે. દબંગોનું અશ્લીલ સ્ટેટસ જોઈને મોટા થઈ રહેલાં બાળકો પણ દબંગ બનવા માગે છે અને પેઢીઓ હવે સત્ય પર સવાલ કરતી સીડીઓ ઉતરતી જાય છે.
આદર્શની પરિભાષા બગડી ગઈ છે, સમાજનું વ્યાકરણ જ અપરાધ અને ભ્રષ્ટાચારની સંધિ-સમાસમાં ગુમ થઈ ગયું છે. કારણ કે આપણે અપરાધ અને ભ્રષ્ટાચાર, નૈતિક અને ચારિત્રિક પતનની જવાબદારી નથી લેતા. આ વિચારધારાએ આપણને એવા મુકામ પર લાવી દીધા છે, જ્યાં આપણે આજે છીએ. શરમજનક સ્થિતિમાં, ઘૃણાથી ભરેલા, ગુસ્સાથી છલકાતા અને હાથ મસળતા રહીએ છીએ. અહીં એક શાયરી રજૂ કરવાનું મન થાય છે... અપને ખિલાફ ફૈસલા ખુદ હી લીખા હૈ આપને, અબ હાથ મલ રહે હૈ આપ, આપ બહુત અજીબ હૈ.
લોકશાહી પર ખૂબ જ નિરાશા વ્યક્ત કરતા અલ્લામા ઈકબાલે જણાવ્યું હતું કે લોકશાહી સત્તાનું એ સ્વરૂપ છે જેમાં લોકોને ગણવામાં આવે છે, તોલાતા નથી. ભાગલા વખતે અલ્લામાએ પાકિસ્તાન પસંદ કર્યું હતું પરંતુ બંને નવા દેશોએ તેમનું ન સાંભળ્યું અને સાચો વિકલ્પ પસંદ કર્યો. સમય ત્યાં સુધીમાં અનેક સંચાલનોને અજમાવી ચૂકયો હતો, પરંતુ લોકશાહીથી બહેતર કોઈ સંચાલન નથી. આજે અલ્લામા કબરમાં એવી મુદ્રામાં હસી રહ્યા હશે કે મનમાં વિચારતા હશે કે અમે કહ્યું હતું ને?
જે પાકિસ્તાન માટે કેટલાક લોકોએ કુરબાની આપી દીધી છે અને ચીન તેમજ આરબમાં લોકો પોતાના પ્રાણોની આહુતિ આપી રહ્યા છે તેની શું દુર્દશા કરી છે. ઈકબાલે કહ્યા પ્રમાણે આપણે ‘હમ બુલબુલે હૈ ઈસકી, યે ગુલિસ્તાં હમારા’ પરંતુ આ શબ્દો પણ તેમના છે અને દરેક હર શાખ પર ઉલ્લુ બેઠે હૈ જેવી સ્થિતિ છે.... આથી હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે લોકશાહીની દેવીને જે મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે તેના મઠાધપિતિઓ અશ્લીલ ક્લિપિંગ જુએ છે, કોઈ નોટો ઉછાળે છે, કોઈ જુતાં-ચંપલ, કોઈ ધારાસભ્યની કોપીઓ ફાડી નાખે છે તો કોઈ આપણા ભરોસાને તોડે છે.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉઠેલા જનઆક્રોશ પછી ભારતને એ અહેસાસ થઈ ગયો છે કે આપણે ઘણી ભૂલો કરી છે. પરંતુ એ ભૂલોમાંથી શું શીખ્યા? હજુ પાંચ રાજ્યોમાં ચૂંટણી બાકી છે, જનતા જાગી ગઈ છે, પરંતુ તેનો ડર યથાવત છે. હજુ પણ કેટલાક લક્ષ્મણ સાવડી ચૂંટાઈ આવશે.
આપણે ફરી પસ્તાવો કરીશું અને તેમના પર અફસોસ વ્યક્ત કરીશું. તેમના ઝડપાઈ જવાથી તેમની ખુરશી જશે અને આપણી ઈજજત જશે, પરંતુ એ વાતથી ઈનકાર કરતા રહીશું કે આપણે એ છીએ જે પેલી ક્લિપિંગમાં લૂંટાઈ રહી છે અને જેને જોઈને સાવડીની લાળ ટપકતી હતી. લૂંટારા લક્ષ્મણ સાવડી પ લાગેલા આરોપો નિરાધાર છે, આપણે ગુનેગાર છીએ. લક્ષ્મણ સાવડી તો એક તદ્દન ખરાબ ચારિત્રહીન છે.
કોણ ચર્ચિત રહ્યા
એનડી તિવારી : આંધ્રપ્રદેશના રાજ્યપાલ હતા ત્યારે ૨૦૦૯માં રાજભવનમાં મહિલાઓ સાથે સેક્સ માણતા ઝડપાયા હતા.
અમરમણિ ત્રિપાઠી : ઉત્તરપ્રદેશના માજી પ્રધાન. ૨૦૦૩માં કવિયત્રી મધુમિતા શુક્લા સાથે આડા સંબંધો અને હત્યાના આરોપ.
હરકસિંહ રાવત : ઉત્તરાખંડના માજી મહેસૂલપ્રધાન. ૨૦૦૩માં છોકરી પર બળાત્કાર ગુજારવાનો આરોપ મુકાયો હતો.
મનમોહન સામલ : ઓડિશાના મહેસૂલપ્રધાન. ૨૦૦૮માં મહિલા સાથે આડા સંબંધો રાખવાનો આરોપ. રાજીનામું આપ્યું.
હલપ્પા : કણૉટકના પ્રધાન. ૨૦૧૦માં મિત્રની પત્નીની સતામણીનો આરોપ.
સુરેશ રામ : જગજીવનરામના પુત્ર. ૧૯૭૮માં એક મેગેઝિનમાં સુરેશ અને વિદ્યાર્થિનીના વાંધાજનક ફોટા છપાયા હતા.
કોણે ચોંકાવ્યા
તંદૂરકાંડ : ૨ જુલાઇ, ૧૯૯૫માં કોંગ્રેસી નેતા સુશીલ શર્માએ પત્ની નૈના સાહનીની હત્યા કરી શબના ટુકડા કરીને તંદૂરમાં બાળી નાખ્યા હતા.
નકલી એન્કાઉન્ટર : ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અમિત શાહ પર સોહરાબુદ્દીનને નકલી એન્કાઉન્ટરમાં મરાવી નાંખવાનો આરોપ છે. પોલીસ કર્મચારીઓ અને રાજનેતાઓની સાઠગાંઠનો પણ પર્દાફાશ થયો.
બેલ્લારી કાંડ : બેલ્લારી(કણૉટક)ના ખાણ માફિયા જનાર્દન રેડ્ડી અને તેમના ભાઇઓ પર અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને રાજ્યમાં સમાંતર સરકાર ચલાવવાનો આરોપી છે.
કણૉટક વિધાનસભા પરિસરમાં તન અને મનની શુદ્ધિ માટે સરકાર દરરોજ યોગ કરતી હોય છે. તસવીર મંગળવારની છે. એટલે કે જે દિવસે કૌભાંડ બહાર આવ્યું તે દિવસે યોગમાં મુખ્યમંત્રી સહિત ત્રણેય આખી કેબિનેટ હાજર હતી. જોકે, આરોપી ત્રણ મંત્રી ગાયબ હતા.
થોડાક મહિનાઓ પછી જ જુના રૂઆબમાં દેખાયા નેતા અને અધિકારી
ભાજપના સંજય જોશી
આરોપ : ૨૦૦૫માં એક સીડી બહાર પડી જેમાં એક મહિલાની સાથે કઢંગી હાલતમાં દેખાયા.
રાજકીય હોદ્દો : ત્યારે તેઓ રાષ્ટ્રીય મહામંત્રી હતા અને મધ્યપ્રદેશના પ્રભારી હતા.
કાર્યવાહી : હોદ્દા પરથી દૂર કરાયા, થોડાક દિવસ ભાજપથી બહાર રહ્યા
આજે ક્યાં : ઉત્તરપ્રદેશ ચૂંટણી પ્રભારી
ભાજપના સત્યાનંદ ઝા
આરોપ : ૨૦૧૧માં મહિલા સાથે અનૈતિક સંબંધો બાદ છાનામાના લગ્ન
હોદ્દો : ઝારખંડ સરકારમાં મંત્રી
કાર્યવાહી : કોઈ જ કેસ ન થયો, મહિલાએ કહ્યું સત્યાનંદ ધમકી આપી હતી કે કેસ કર્યો તો ફાંસીએ લટકાવી દઇશ.
આજે ક્યાં : સરકારમાં કૃષિમંત્રી
અકાલી દળના ગગનજીત
આરોપ : નોકરાણી પર બળાત્કાર
હોદ્દો : પંજાબની ધૂરી બેઠકના ધારાસભ્ય, પૂર્વ સીએમ અને તમિળનાડુના રાજ્યપાલ સુરજીત બરનાલાના પુત્ર
કાર્યવાહી : કેસ ચાલ્યો, જેલમાં ગયા, પણ ૨૦૦૯માં આરોપ મુકત થઈ ગયા
આજે ક્યાં : પંજાબમાં ઉમેદવાર
મધ્યપ્રદેશના આઇએએસ અધિકારી
જ્ઞાનેશ્વર પાટિલ ઓફિસમાં સમલિંગી સંબંધ બાંધતા કેમેરામાં પકડાઈ ગયા હતા.
આરોપ : પંચાયત સચિવ સતીશ ચૌધરીની સાથે ૧૮ જુન, ૨૦૦૯માં ઓફિસના બાથરૂમમાં કઢંગી હાલતમાં પકડાયા
કાર્યવાહી : પાટિલને બરતરફ કરાયા, તપાસ પણ થઈ
આજે ક્યાં : શ્યોપુરમાં કલેક્ટર છે.
ઝારખંડના આઇજી, ડીઆઇજી
હયાત અને નટરાજન પર આદિવાસી મહિલા પર બળાત્કારનો આરોપ
આરોપ : હયાત પર ૨૦૦૪માં મહિલા પર બળાત્કારનો આરોપ. તપાસ આઇજી નટરાજનને સોંપાઈ, મહિલાએ ૨૦૦૫માં નટરાજન પર પણ આરોપ મૂક્યો.
કાર્યવાહી : હયાતની તપાસ,
નટરાજન સસ્પેન્ડ
આજે ક્યાં : હયાત પ્રતિનિયુક્તિ પર દિલ્હી
અમૃતસરના પૂર્વ મેયર
સુભાષ શર્મા હોટેલમાં રંગેહાથ પકડાયા, સસ્પેન્ડ થયા, પાર્ટીમાં પાછા ફર્યા, હોદ્દો પણ મળ્યો
આરોપ : ૨૦૦૦માં એક હોટેલમાં યુવતી સાથે કઢંગીજનક સ્થિતિમાં પકડાયા
કાર્યવાહી : ભાજપે હોદ્દા પરથી દૂર કર્યા, સસ્પેન્ડ પણ કર્યા
આજે ક્યાં : ૨૦૧૨માં તમામ ગુનાઓને માફ કરી જિલ્લા ઉપાધ્યક્ષ બનાવ્યા
ચર્ચાઓમાં આ લોકો પણ છે
કોંગ્રેસની રાજસ્થાન સરકારના મંત્રી મહિપાલ મદેરણા અને ધારાસભ્ય બશિ્નોઇ ભંવરીદેવી સાથે અનૈતિક સંબંધો બાંધવાના અને તેની હત્યાના આરોપમાં જેલમાં છે.
ભાજપના નેતા ભૈયા રાજા, ધારાસભ્ય આશારાની પર નોકરાણી તિજ્જીબાઇનું અપહરણ અને અનૈતિક સંબંધોનો આરોપ. પન્નાના ધારાસભ્ય ભૈયા રાજા બે વર્ષથી જેલમાં બંધ છે. મંદસૌરના ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ કારુલાલ સોની કઢંગી હાલતમાં કેમેરામાં કેદ.
મંદસોરના ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ કારુલાલ સોની વાંધાજનક સ્થિતિમાં કેમેરામાં કેદ હાલમાં સસ્પેન્ડ
પંજાબ ગુપ્તચર એજન્સીએ વર્ષ ૨૦૦૬માં એક અહેવાલ તૈયાર કર્યો હતો. જેમાં ૩૫ મોટા નેતાઓનું નામ હતું. જેઓ તસ્કરી અને અન્ય ધંધામાં સંડોવાયેલા દર્શાવ્યા છે. તેમાં કેટલાક ધારાસભ્યોનાં નામ પણ છે.
આ મુદ્દે આપના વિચારો ૦૯૨૨૩૧૭૭૮૯૦ પર એસએમએસ કરો - ફેસબુક યૂઝર્સ bhaskar leadership journalism પર થઈને પ્રતિક્રિયા આપી શકે છે.