Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Latest News >> National
 

ATMમાંથી 500ની જગ્યાએ 1000ની નોટ નીકળવા લાગી

 
Source: Bhaskar News   |   Last Updated 4:52 PM [IST](12/02/2012)
 
 
 
 
 
હિસાર. હિસારમાં સ્થિત પીએનબીના એટીએમમાં ટેક્નિકલ ખામીના પરીણામે શનીવારે 500 રૂપિયાની નોટની જગ્યાએ હજાર રૂપિયાની નોટો નીકળવા લાગી હતી. લોકોને બમણા રૂપિયા મળ્યા તો તેઓએ પણ તેને ચુપચાપ પોતાના ખીસ્સામાં સેટ કરી દીધા.

બપોરે કેમ્પના એક ફૌજીએ જ્યારે આ જોયુ તો બેન્કને તે અંગેની જાણ કરાવી. ત્યારબાદ આ આ એટીએમને પ્રયોગ માટે બંધ કરી દેવામાં આવ્યું. જોકે ત્યા સુધીમાં કેટલાય લોકો બમણા પૈસા નીકાળી ચુક્યા હતા. હવે બેન્ક આ સમગ્ર ઘટનાની તપાસ કરાવ્યા બાદ રિકવરી પ્રક્રિયા શરૂ કરશે.

- કેન્ટની અંદર પીએનબી બેન્ક અને એટીએમ લગાવામાં આવેલુ છે.
- શનિવારે ટેક્નિકલ ખામીના 500ની જગ્યાએ 1000ની નોટ નીકાળવા લાગ્યું
- અધિકારીઓએ પણ જ્યારે એટીએમમાંથી પૈસા નીકાળ્યા ત્યારે આ વાત સાચી નીકળી
- બેન્ક અધિકારીઓએ એટીએમને પ્રાયોગિક ધોરણે વપરાશ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે


કેન્ટની અંદર પીએનબી બેન્ક અને એટીએમ લગાવામાં આવેલુ છે. ખાસ ફૌજી ઓફિસરો માટે લગાવામાં આવેલુ આ એટીએમ અચાનક શનિવારે ટેક્નિકલ ખામીના 500ની જગ્યાએ 1000ની નોટ નીકાળવા લાગ્યું હતું. બેન્કના કર્મચારીઓને તેની જાણશુદ્ધા નહોંતી લાગી.

બપોરે જ્યારે એક ફૌજીએ પાંચ હજાર રૂપિયા નીકાળ્યા ત્યારે તેની જગ્યાએ મશીનમાંથી નવ હજાર રૂપિયા નીકળ્યા. રીસીપ્ટમાં જોયુ તો તેમના એકાઉન્ટમાંથી માત્ર પાંચ હજાર રૂપિયા જ નીકળ્યા હતા. આ જોઈને તે અધિકારીઓ તરત જ બેન્કને આ બનાવ અંગેની જાણ કરી. અધિકારીઓએ પણ જ્યારે એટીએમમાંથી પૈસા નીકાળ્યા ત્યારે આ વાત સાચી નીકળી.

ગ્રાહકના કહેવા ઉપર બેન્ક અધિકારીઓએ એટીએમને પ્રાયોગિક ધોરણે વપરાશ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે અને ટેક્નિકલ સ્ટાફને જાણ કરી દીધી. જોકે અત્યાર સુધી એ જાણ નથી થઈ શકી કે તે એટીએમમાંથી કેટલા ગ્રાહકોએ કેટલા પૈસા નીકાળ્યા છે. સોમવારે ટેક્નિકલ સ્ટાફ આવ્યા બાદ આ મશીનની તપાસ કરવામાં આવશે કે શા કારણે આ મશીનમાંથી બમણા રૂપિયા નીકળવા લાગ્યા.

તપાસ કરાવશે બેન્કઃ
બેન્કના એક મેનેજરનું કહેવું છે કે પૈસા વધારે નીકળવા અને ટેક્નિકલ ખરાબીના કારણે અત્યારે એટીએમ બંધ કરી દેવાયુ છે. સોમવારે મશીનની તપાસ કરવામાં આવશે. તપાસ બાદ જે લોકોએ વધારે પૈસા લીધા છે તેમની પાસેથી રિકવરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.