બિહારની એક કોર્ટે 1989માં થયેલા ભાગલપુર રમખાણો દરમિયાન એક પોલીસ ટુકડી પર હુમલો કરવાના આરોપમાં દસ લોકોને સાત વર્ષની સશ્રમ જેલની સજા સંભળાવી છે. કોર્ટની સજાની સાથે દોષિત ઠરેલા લોકોને બે-બે હજારનો દંડ પણ ફટકારાયા છે.
સંયુક્ત જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અનિલ કુમારે ગુરુવારે આ ચુકાદો આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે 14 નવેમ્બર, 1989ના રોજ સુલ્તાનગંજ પોલીસ સ્ટેશનના તત્કાલિન અધિકારી પ્રેમ રંજન શર્માના નેતૃત્વમાં જ્યારે એક પોલીસ ટુકડી ભાગલપુરના કમરગંજમાં હુલ્લડો દરમિયાન થયેલી હત્યાઓની તપાસ કરવા માટે ગઈ હતી, ત્યારે આરોપીઓએ આ પોલીસ ટુકડી પર હુમલો કર્યો હતો.
આ કેસમાં સજા પામેલા લોકોમાં સિયારામ યાદવ, જયજય યાદવ, મહેન્દ્ર યાદવ, અરુણ મંડલ, તારકેશ્વર યાદવ, ખેલો યાદવ, મુગલ યાદવ, હરિકિશોર યાદવ, રાજગીર યાદવ અને રામજન્મ યાદવ નામના શખ્સોનો સમાવેશ થાય છે.