કુંભ કેમ્પસ: 2013 મહાકુંભમાં વસંત પંચમીના પર્વ પર ત્રીજું શાહી સ્નાન આજે સવારે 6:15 કલાકે મહાનિર્વાણી અને અટલ અખાડાના સરઘસ સાથે શરૂ થયો હતો.
મૌની અમાસના શાહી સ્નાન દરમિયાન મચેલી ભાગદોડ બાદ કડક સુરક્ષા વચ્ચે 13 અખાડા સરઘસ કાઢવામાં આવી રહ્યાં છે. છેલ્લા શાહી સ્નાન બાદ અલ્હાબાદના રેલવે સ્ટેશન પર મચેલી દોડધામમાં 37 વ્યક્તિના મોતથી દુઃખી અખાડાઓએ આ શાહી સ્નાનમાં મ્યુઝિક બેન્ડ અને સંગીતને વિદાય આપી દીધી છે અને શાંતિથી હર હર મહાદેવના ઉદધોષ સાથે સરઘસ ચાલી રહ્યાં છે.
વહીવટી તંત્રે વિશ્વાસ વ્યકત કર્યો છે કે આ શાહી સ્નાનમાં એકથી બે કરોડ આસપાસ શ્રદ્ધાળુ સંગમમાં સ્નાન કરશે.
તસ્વીરોની જુબાની, શાહી સ્નાનના સરઘસની કહાણી સૌથી પહેલા દિવ્યભાસ્કર.કોમ પર
મહાકુંભ ટીમ-
ડેસ્ક: મુકેશ કુમાર ગજેન્દ્ર
રિપોર્ટ:અનુરાગસિંહ અને આશિષ રાય
ફોટો: પ્રભાત વર્મા અને શ્યામ વર્મા