બોલિવૂડની હિરોઈનથી લઈને અમદાવાદીઓ સુધી છવાયો કર્વી બોડીનો કરિશ્મા, પાટા પરથી ઉતર્યું ઝીરો ફિગરનું ટશન
અમદાવાદી ગર્લ્સ માટે સાઈઝ ‘૦’ની સ્ટાઈલ આઉટ ડેટેડ બની છે અને હવે તેઓ કર્વી ફિગરને વધારે પસંદ કરે છે. ‘છલિયા ગર્લ’ તરીકે ટશન દેખાડતી કરીનાના સ્થાને ‘છમ્મક છલ્લો’ વધારે પસંદ આવી રહી છે. ઝીરો ફિગરની જેમ કર્વી બોડીમાં પણ શરીર પર વધારાની ચરબી નથી થતી હોતી પરંતુ બોડી પ્રેઝન્ટેબલ લાગે છે. ફોરેન્સિક સાયન્સની સ્ટુડન્ટ પ્રિયંકા કાંચીનું માનવું છે કે, બોડી પરફેક્ટ હોય તો કપડાંની સાથે આપણી શોભા પણ વધે છે.
કરીના, કેટરિના કે પ્રિયંકાથી માંડીને કેટ વિટ્સન અને લેડી ગાગા જેવા બોલિવૂડ સ્ટાર્સ પણ કર્વ બોડી પ્રીફર કરે છે. આજનીજનરેશન અને ખાસ કરીને અમદાવાદી છોકરીઓ માટે આ સ્ટાર્સ આઈડલ છે, તેથી હુ અને મારી ફ્રેન્ડ ઝીરો ફિગર કરતાં કર્વ બોડી જ પ્રીફર કરીએ છીએ. યુવકો પણ ઝીરો ફિગરના બદલે પ્રોપર કર્વી બોડી ધરાવતી છોકરીઓ વધુ ગમે છે. ફિટનેસ એક્સપર્ટના મતે અગાઉ ૧૦માંથી ૬ યુવતીઓ ઝીરો ફિગર હાસલ કરવાની ઈચ્છા ધરાવતી હતી, જ્યારે હવે ૧૦માંથી ૮ છોકરીઓ કર્વી બોડી ઈચ્છે છે.
મેન લાઈક કવ્ર્સ...
યંગ પ્રોફેશનલ પ્રિયા જાની કહે છે કે, સાડી, ડ્રેસીસ જેવા ભારતીય વસ્ત્રો કર્વી બોડીમાં જ શોભે. ઝીરો ફિગર ધરાવતી છોકરી સાડી પહેરે તો હેંગર પર કપડાં લટકાવ્યાં હોય તેવું લાગે છે. મેન લાઈક કવ્ર્સ , નોટ ધ બોડીસ. ગર્લફ્રેન્ડ કે વાઈફ હાડપિંજર જેવી હોય તેવું કોઈ પણ છોકરાને ગમશે નહીં. જો કે કર્વી બોડીના પ્રયત્નમાં શરીર બેડોળ ના બને તેનું ધ્યાન રાખવું જોઈએ.
યોગ્ય ડાયેટ અને વર્કઆઉટ જરૂરી
કર્વી બોડી અને હેલ્ધી બોડી વચ્ચે પાતળી ભેદરેખા છે
કર્વી બોડી મેળવવા જતાં ચરબી વધે નહીં તેનું ધ્યાન રાખવું
કર્વી બોડી માટે બેલેન્સ્ડ ડાયટ જરૂરી
જંકફુડનું સેવન ઓછું કરવું
દર ૨ કલાકે કંઈક ખાવાનું રાખો
બટરથી ચરબી થઈ શકે છે
દર મહિને નિયમિત રીતે વજન કરતાં રહો
રેગ્લયુલર એક્સરસાઈઝની સાથે યોગ્ય ડાયટ ચાર્ટ અને પૂરતો આરામ જરૂરી
ઝીરો ફિગરમાં ઘણા મસલ્સ લોસ થાય છે
ઝીરો ફિગરમાં ઘણો મસલ્સ લોસ થાય છે, જે શરીર માટે સારું નથી. હાલ મારી પાસે ૩ પ્રકારના લોકો આવે છે. અગાઉ ઝીરો ફિગર રાખતી યુવતીઓ હવે બોડીમાં કર્વી શેઈપ ઈચ્છે છે. બીજા ક્રમે કર્વી બોડી ધરાવનાર બોડીને મેઈન્ટેઈન કરવા ફિટનેસ ટ્રેઈનિંગ લે છે અને ત્રીજા ભારે શરીર હોય તેવા લોકો વજન ઘટાડી બોડીને કર્વી બનાવવા ઈચ્છે છે.’’ -ચેતન કંથારિયા, ફિટનેસ ટ્રેઈનર
કવ્ર્સ ચાલશે, પણ ચરબી નહીં
મને અને મોટા ભાગનાં છોકારાઓને કર્વી બોડી વાળી છોકરીઓ જ વધુ આકર્ષે છે. સુંદરતાની વાત કરીએ તો કર્વી બોડી ચાલે પણ શરીર પર વધુ પડતી ચરબી ના હોવી જોઈએ. બિપાશા બાસુનું ફિગર મને પરફેક્ટ લાગે છે. કર્વી બોડી હોય તો છોકરીઓ વેસ્ટર્ન વેરની સાથે તમામ પ્રકારના ભારતીય કપડાંમાં પણ શોભે છે.’’- મૈત્રિક દવે, ટ્રાવેલ ડિઝાઇનર
આકર્ષક દેખાવા ભૂખ્યા રહેવાની શું જરૂર ?
ઝીરો ફિગર મેળવવા ભૂખ્યા રહેવાની જરૂર નથી. ઝીરો ફિગરના પ્રયત્નમાં લાંબા ગાળે ઊભી થતી સમસ્યાઓ હવે લોકોને સમજાઈ છે. પ્રોપર ફિગર માટે મારી પાસે સલાહ લેવા આવતી છોકરીઓ જવલ્લે જ ઝીરો ફિગરની ઈચ્છા જાહેર કરે છે. જે લોકો ઝીરો ફિગરનો મોહ રાખે છે, તે ૧ વર્ષમાં સામાન્ય ફિગર તરફ વળી જ જાય છે.’’ -લીઝા શાહ, ડાયેટિશિયન