મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું નામ જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે.
વહીવટી કુશળતાની સાથે સાથે યુનિ. સાથે સંવેદનાનો સબંધ ધરાવતા હોય તેવા વાચા હોય તો તે ઘણા સમયથી રાજકારણના અખાડામાં મૃતપ્રાય: બની ગયેલી યુનિ.માં પ્રાણ ફૂંકી શકે. સ્થાનિક વ્યક્તિમાં આવી સંભાવના વધુ રહેલી છે તેમ જણાવતાં યુનિ. સાથે સંવેદનાનો સબંધ ધરાવતા મહાનુંભાવોએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું કે, આવી વ્યક્તિ વાચા બને તો જ યુનિ.નો ખોવાયેલો આત્મા પુન: સ્થાપિત થઇ શકે.
ગુજરાતીની પસંદગી થવી જોઇએ
હાલમાં યુનિની આસપાસ ઘણી નવી કોલેજો શરૂ થઇ રહી છે. તેથી તેની સામે યુનિને ટકાવી રાખવા માટે પરિવર્તન લાવનાર વા.ચા.ની જરૂર છે. આપણે ત્યાં મોટાભાગના વા.ચા. ગુજરાતની બહારના આવ્યા છે. પણ ખરેખર ગુજરાતના જ કોઇ ને વા.ચા. તરીકે નિમવામાં આવે તો તે વાતાવરણને સમજી શકે ટિપ્સ :
દરેક ફેકલ્ટીની માળખાકીય સુવિધાઓમાં વધારો કરવો જોઇએ. વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં શિસ્ત લાવવી જોઇએ. સરકાર પાસેથી વિવિધ પ્રોજેક્ટ અને ફંડ મેળવી જરૂરી હોય તેવા સંશોધનો માટે યોગ્ય ફંડ અને વાતાવરણ પૂરું પાડવું જોઇએ. સેનેટ અને સિન્ડિકેટ અને સેનેટ સભ્યોને સાથે લઇ કામ કરવુ જોઇએ.
સારું નેતૃત્વ કરનાર વ્યક્તિની જરૂર
વા.ચા.ની નિમણૂંક ભલે સરકાર દ્વારા થતી હોય પણ એનો એજન્ડા સરકારી ન હોવો જોઇએ. એનો પોતાનો દ્રષ્ટિકોણ હોવો જોઇએ. વા.ચા. સેનેટ, સિન્ડિકેટ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરી શકે એવા હોવા જોઇએ. હાલમાં મૂર્છિત એવા સેનેટ અને સિન્ડિકેટ સભ્યોને સક્રીય કરનાર વા.ચા.ની જરૂર છે. ટિપ્સ :
વિદ્યાર્થીઓના પ્રશ્નોમાં સક્રિય રસ લઇ તેમને તાત્કાલિક હલ કરવા જોઇએ. બધા ગ્રૂપના પ્રતિનિધીઓને મળી એજન્ડા અને ત્રણ વર્ષના પ્લાનની ચર્ચા કરવી જોઇએ. હાલમાં યુનિ.મા પ્રવેશ પ્રક્રિયા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. દરેક ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રશ્નને ધ્યાનમાં લઇ વિકેન્દ્રીકરણ કરવું જોઇએ.
ઉંમર નહીં ,અનુભવ હોવો જોઇએ
યુનિ.ને હાલ એવા વા.ચા.ની જરૂર છે જે યુનિના તમામ લોકોનું સન્માન કરી શકે અને સાથે સાથે આદેશ પણ કરી શકે. એ ઉંમરમાં ભલે નાનો હોય પણ અનુભવમાં તો મોટો જ હોવો જોઇએ. યુવા વિચારધારા ધરાવનાર વા.ચા.ની જરૂર છે. આશા રાખીએ કે આ વખતે કોઇ સારા વ્યક્તિને આ જવાબદારી મળે. ટિપ્સ :
તેમણે યુનિના વિકાસ માટે સિનિયર અને ડીન કક્ષાના લોકોની સલાહ લેવી જોઇએ. કોઇ પણ પક્ષ કે જુથના લોકોની નહીં. ઉપરાંત આપણી યુનિમા સંશોધનની સ્તર નીચું કેમ ગયું છે તે અંગે વિચારવું જોઇએ. જે માણસ સત્તા પર છે એનામાં પણ સંશોધનાત્મક વૃત્તિ હોવી જોઇએ. તો જ અન્ય લોકો સંશોધન તરફ આગળ વધશે.