અટિરા ગ્રાઉન્ડથી ગૂજરાત વિદ્યાપીઠ સુધી યોજાયેલી વોકેથોન વોક ટૂ સેલ્ફ રિલાયન્સમાં પ૦૦૦થી વધુ ઉદ્યોગ સાહસિક મહિલાઓ જોડાઈ હતી. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશીપ એન્ડ કરિયર ડેવલપમેન્ટ (આઇસેડ) દ્વારા સ્થાપનાની ૨પ વર્ષના સમાપન પ્રસંગે રજત જયંતિની ઉજવણી કરવા આ વોકેથોનનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે મહિલા શક્તિ વિશે વાત કરતાં ગર્વનર ડો.કમલા બેનીવાલે કહ્યું હતું કે, સમાજમાં સૌથી મોટી મહિલા શક્તિ છે. ઉદ્યોગ-વ્યવસાયને કમાણીનો રસ્તો બનાવનાર મહિલાઓ આત્મનિર્ભર બને છે.
હવે મહિલાઓ સિલાઇનાં કામથી માંડીને આઈટી જેવા ઉદ્યોગોમાંથી મહિને રુ.૯૦, ૦૦૦થી પણ વધુની કમાણી કરતી થઇ છે. આ અંગે વાત કરતાં આઇસેડનાં ફાઉન્ડર અને ડિરેક્ટર હિના શાહે કહ્યું હતું કે, દરેક મહિલાઓએ પોતાના ઉદ્યોગથી આર્થિક રીતે સદ્ધર થવું જોઇએ અને આ અંગે મહિલાઓમાં જાગૃતિ લાવવા વોકેથોનનું આયોજન થયું છે. પોલીસ બેન્ડના નેશનલ એન્થેમથી શરૂઆત થઈ હતી વિદ્યાપીઠમાં લકી ડ્રો સાથે વોકેથોનનું સમાપન થયું હતું.