દાંડિયાની મુવાડીમાં રહેતા જયંતભાઈ ચાવડાની પત્ની અમીતાબહેને કોઈ અગમ્ય કારણોસર શુક્રવારે સવારે જંતુનાશક દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પીતાં અમીતાબહેન બેભાન થઈ ગયા હતા. આ બનાવની જાણ ઘરના સભ્યોને થતાં સારવાર અર્થે ડાકોર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ સંદર્ભે ઠાસરા પોલીસે જાણવાજોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.