-ત્રણ દિવસથી ઠંડીએ માઝા મુકતાં લોકો પરેશાન બન્યા હતા
-બાળકો તેમજ વૃદ્ધોમાં શરદી સળેખમ જેવા રોગ વધ્યા
દાહોદ શહેર સહિત જિલ્લામાં પાછલા ત્રણ દિવસથી ઠંડીએ માઝા મુકતાં લોકો પરેશાન બન્યા હતા.પરંતુ શુક્રવારના રોજ ઠંડીની માત્રામાં ઘટાડો થતાં લોકોને રાહત થઇ હતી. જો કે વહેલી સવાર અને રાત્રી દરમિયાન ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યાનું અનુભવાયું હતું.
દાહોદ જિલ્લામાં પાછલા ત્રણ દિવસોથી હિમ પવનો સાથે ઠંડીનું પ્રમાણ વધતા વાતાવરણ ટાઢું બોળ બન્યું હતું. ઠંડીથી બચવા તાપણા સહિતના પ્રયોજન કરતા લોકો જોવા મળ્યા હતા.તો શુક્રવારે ઠંડીના પ્રમાણમાં દિવસ દરમિયાન ભારે ઘટાડો થતાં લોકોને રાહત થઇ હતી. બપોરના સમયે ગરમીનો માહોલ છવાયો હતો.મોડી સાંજે ઠંડીમાં વધારો થયો હતો.પરંતુ તા. ૯ કરતાં ઠંડીની માત્રા ઓછી રહી હતી.જો કે મોડી રાત્રીના સમયે કડકડતી ઠંડી પડવાનો ક્રમ જળવાયો હતો. જિલ્લામાં ક્યારેક ઠંડી અને ક્યારેક ગરમીનું વાતાવરણ રહેતાં નાના બાળકો તેમજ વૃદ્ધોમાં શરદી સળેખમ જેવા રોગ વધ્યાનું પણ જોવા મળ્યું હતું.