શું ખરેખર છોકરીઓને વેલેન્ટાઈનના દિવસે ગિફ્ટમાં ગુલાબ ગમે છે ખરાં ? યુવાન- યુવતીઓ, મહિલાઓ તેમજ પુરુષોને ગિફ્ટમાં શું ગમે છે તેના પર થયો સર્વે
વેલેન્ટાઈન આવે એટલે ફૂલ બજાર લાલ કલરના ફૂલોથી ભરાઈ જાય. આમ તો બજારમાં અનેક પ્રકારના ફૂલો આવી જાય છે, પણ લાલ ફૂલ વધારે જ જોવા મળે છે. કહેવાય છેકે ગુલાબ એ પ્રેમનું પ્રતીક છે અને તેથી જ વેલેન્ટાઈન જેવા રોમેન્ટિક દિવસે લાલ ફૂલોનું માર્કેટ ઈન ડિમાન્ડ થઈ જાય છે. પણ શું ખરેખર છોકરીઓને વેલેન્ટાઈનના દિવસે ગિફ્ટમાં ગુલાબ ગમે છે ખરાં ?
અમેરિકાની એક ડેટિંગ કંપનીના સર્વે મુજબ ૪૩ ટકા પુરુષો ગિફ્ટમાં ફૂલ આપવાની ઈચ્છા રાખે છે, જ્યારે કે ૩૦ ટકા મહિલાઓ ગિફ્ટમાં ફ્લાવર બુકેની ઈચ્છા રાખે છે, અને ૩૮ ટકા મહિલાઓ ઈચ્છે છે કે તેમને એવી ભેટ મળે કે જેનાથી બંન્ને તે ગિફ્ટના ભાગીદાર બને અને તેઓ બંન્ને એકબીજાના પ્રેમમાં છે તેની સાબિતી મળે. અને બાકીની સ્ત્રીઓ ગિફ્ટમાં જવેલરી કે ચોકલેટ્સ જેવી વસ્તુઓ ઈચ્છે છે.
આ સર્વે અફેર હોય તેમજ સિંગલ લોકો હોય તેમના ઉપરથી થયો છે. મેરિડ લોકોને ધ્યાનમાં રાખીને આ સર્વે નથી કરવામાં આવ્યો. હવે અમેરિકન્સનો સર્વે વેલેન્ટાઈન ગિફ્ટને લઈને કંઈક આવી વાતો લઈને સામે આવ્યો છે, પણ અમદાવાદીઓ શું કહે છે આના પર ? શું અમદાવાદી છોકરીઓને ગિફ્ટમાં ફૂલ ચાલશે ? અમદાવાદી છોકરાઓને ગિફ્ટમાં શું આપવું પોષાશે? અને અમદાવાદી છોકરીઓને શું ગમશે ગિફ્ટમાં ?
ઝડપથી મૂરઝાઈ જતાં ફૂલોનું સ્થાન કાર્ડ અને ટેડી બેરે લીધું
મને ગિફ્ટમાં ફૂલો ખૂબ જ પસંદ છે, ફૂલોને જોઈને તાજગી આવી જાય છે. રંગબેરંગી ફૂલો મને ખૂબ જ ગમે છે, તેથી જો આ વેલેન્ટાઈનના મને ગિફ્ટમાં ફૂલો મળે તો હું હેપ્પી હેપ્પી થઈ જઈશ.’’ રુપલ ગુપ્તા સ્ટુડન્ટ
ટેડિબેર, ચોકલેટ , બલુન આ બધી વસ્તુઓ મારી એકદમ ફેવરિટ છે, મને ફૂલો એટલે નથી ગમતા કારણ કે તે જલદી મૂરઝાઈ જાય છે ’’ શ્રુતિ શ્રીરામન, સ્ટુડન્ટ
મને ફૂલ આપવા કરતાં જાતે બનાવેલી ગિફ્ટ આપવી વધારે ગમશે. બહારથી ખરીદેલી વસ્તુ આપવામાં હું નથી માનતો. ફૂલ કે પછી મોંઘી ભેટ આપવામાં આવે તો જ પ્રેમ વધારે તેવી માન્યતા ખોટી છે.’’ધવલ ખુંટ, સ્ટુડન્ટ
હું આ વેલેન્ટાઈન જાતે બનાવેલું કાર્ડ કે પછી સેલિબ્રેશનનું પેક આપવાનું વિચારી રહ્યો છું. મને જાતે બનાવેલી વસ્તુ આપવી ગમે છે.’’ હર્મેશ સુખડિયા , સ્ટુડન્ટ