મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરપદે યોગ્ય મહાનુભાવની પસંદગીની આખરી તબક્કાની પ્રક્રિયા ચાલુ છે. યુનિ એક્ટ મુજબ એક્ટિંગ વાઇસ ચાન્સેલર તરીકે ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીનની પસંદગી કરવામાં આવી છે.
આ મહાનુભાવે યુનિ. ‘સુધારવા’ માટે જે પ્રયાસ કર્યા તેમાં પણ સતત વિવાદો સર્જાઇ રહ્યા છે. બીજી તરફ આ ખુરશીને કઠપૂતળી સમજતી ટોળકી દ્વારા તત્કાલીન વાઇસ ચાન્સેલરે કરેલાં કામોની ફાઇલોનો રોજ યુનિ.
ઓફિસમાં જ અભ્યાસ થઇ રહ્યાની ચર્ચા કેમ્પસ ચાલે છે. આવા રાજકીય દાવપેચ ક્યારે બંધ થશે? તેવી લાગણી સાથે શિક્ષણવિદો ‘દિવ્ય ભાસ્કર’ને કહે છે કે, હવે સરકાર વાઇસ ચાન્સેલર તરીકે કોઇ યોગ્ય પસંદગી કરે તો જ યુનિવર્સિટીનું ગૌરવ અને ગરિમા પુન પ્રસ્થાપિત થાય...
વાચા આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા હોવા જોઇએ
મ.સ.યુનિ. રાષ્ટ્રિય અને આંતર રાષ્ટ્રિય સ્તરે નામના ધરાવે છે. તેથી એને એવા જ વા.ચા.ની જરૂર છે જે પોતે રાષ્ટ્રિય અને આંતર રાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા હોય. શિક્ષણવિદ્ તો ખરા જ પણ અનુભવી પણ હોવા જોઇએ. જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંશોધનોને વેગ આપે તેવા વા.ચા.ની જરૂર છે. જે પક્ષા પક્ષીના રાજકારણથી પરે રહી દરેકને સાથે રાખી કામ કરનાર વા.ચા.ની જરૂર છે
ટિપ્સ :
મોટા ભાગની ફેકલ્ટીમાં ડીન અને એચઓડીની ખાલી જગ્યાઓ ભરવી જોઇએ. ઉપરાંત શિક્ષકોની નિમણંકના આ મુદ્દાને પણ ધ્યાનમાં લેવો જોઇએ. ફંડ મેળવવા કરતાં તેના યોગ્ય ઉપયોગની દિશામાં વિચારવું જોઇએ. જો આ બાબતો પર ધ્યાન આપવામાં આવશે તો શિક્ષણની ગુણવત્તા આપમેળે સુધરશે. સંશોધન અને શિક્ષણ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું એ વા.ચા.ની
જવાબદારી છે.
વાચા અનુભવી હશે તો વિકાસમાં મદદ થશે
યુનિ.ની જે પ્રતિભા છે તેને ઉજાગર કરનાર વા.ચા.ની જરૂર છે. શિક્ષણવિદ, સંશોધક, શિક્ષણ અને વ્યવસ્થાના જાણકાર અને તથા અનુભવી વા.ચા. યુનિ.ના વિકાસ માટે વધુ મદદરૂપ થશે. જે દરેક ફેકલ્ટીના પ્રશ્નોને સમજી શકે અને યુનિની ગરીમાને જાળવી શકે એવા વા.ચા. હોવા જોઇએ. ફંડ અને ભંડોળ ઊભૂ કરવાનો દ્રષ્ટિકોણ ધરાવનાર તટસ્થ વ્યક્તિની યુનિ.ને જરૂર છે.
ટિપ્સ :
વાચાએ સોૈ પ્રથમ તો યુનિ.ના મૂળભૂત પ્રશ્નોને સમજવાનો પ્રયાસ કરવો જોઇએ. સેનેટ અને સિન્ડિકેટ સભ્યોને સાથે રાખી ચર્ચા કરી એજન્ડા નક્કી કરવો. પોતે ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન યુનિ.ના વિકાસ માટે પોતે શુ કરી શકે તેનું પ્લાનિંગ કરવું. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત યુનિના પૂર્વ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી યુનિ.ના વિકાસનાં કામો માટે ભંડોળ ભેગું કરવાને પ્રાધાન્ય આપવું જોઇએ.
વાચાએ રાજકારણથી દૂર રહેવું પડશે
વાચા પક્ષાપક્ષીના રાજકારણથી દૂર રહી સત્તાધારી પક્ષના વિચારોની કઠપુતળી બન્યા વગર કાર્ય કરવા જોઇએ. તેઓ પોતાની કારકીર્દી ઘડવા માટે માત્ર સત્તાધારી પક્ષ અને રાજકારણને મેનેજ કરવા માટે ગાંધીનગર અને વડોદરાના આંટાફેરાં કરી માત્ર સમય પસાર ન કરવો જોઇએ. આવા કરાણે જ યુનિ. આજે બી ગ્રેડમાં આવી ગઇ છે.
ટિપ્સ :
યુનિ.ના વિકાસ માટે કામ કરે તેવા કે પછી તે શિક્ષણવિદ હોય કે પછી સારા વ્યવસ્થાપક હોય તેના કરતાં વાચા માટે મહત્વનું કામ એ છે કે એણે રાજકીય પક્ષોની કઠપુતળી બનવું ન જોઇએ. ૨૦૦૨ પછીના કોઇ પણ વા.ચા. અકાર્યક્ષમ સાબિત થયા છે. તેઓ યુનિ.ની ગરિમાને સાચવવા નિષ્ફળ રહ્યાં છે. તેથી જ આજે યુનિ. બી ગ્રેડમાં છે. નવા વાચાએએ ગ્રેડમાં લાવવાના પ્રયાસો કરવા જોઇએ.