આવકવેરા વિભાગનાં આણંદ રેન્જના અધિકારીઓએ બુધવારે વિદ્યાનગર ખાતે ઔધોગિક વસાહત સ્થિત એક ફેકટરીમાં સર્વેની કામગીરી હાથ ધરી R ત્રણ કરોડ ઉપરાંતનું કાળુનાણું ઝડપી પાડ્યું હતું. તાંબાના વાયરો બનાવતી આ ફેકટરીના માલિકોને રૂ.એક કરોડનો આવકવેરો ભરવા નોટિસ ફટકારવા ચક્રોગતિમાન કર્યાં છે.
આવકવેરા વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘આણંદ રેન્જના અધિકારીઓએ બુધવારના રોજ વિદ્યાનગર સ્થિત વિટ્ઠલઉદ્યોગનગરની એક એન્જિનિયિંરગ કંપનીમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી. તાંબાનાં વાયરો બનાવતી આ ફેકટરીમાં મોડી રાત સુધી ચાલેલી કામગીરી દરમિયાન R ત્રણ કરોડની બિનહિસાબી રકમ મળી આવી હતી.
આ સર્વેની કામગીરીમાં કંપનીનાં હિસાબો, કમ્પ્યુટર હાર્ડડસ્કિ, ખરીદ-વેચાણના હિસાબો સહિતની ઝીણવટભરી તપાસ કરાઈ હતી. વહેલી સવાર સુધી ચાલેલી આ કામગીરીમાં આશરે R ત્રણ કરોડ બિનહિસાબી મળી આવ્યાં હતાં. આ અંગે માલિકોએ કબૂલાત પણ કરી હતી. ’
ટ્રેડિંગના બે નંબરના હિસાબ પણ નથી
વિટ્ઠલઉદ્યોગનગરમાં તાંબાના વાયરો બનાવતી કંપનીના માલિકે રૂપિયા ૩ કરોડની બિન હિસાબી આવક છુપાવી હોવાની કબૂલાત કરી હતી. સર્વેની કામગીરીમાં જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, કંપનીના માલિકે તાંબાના વાયરોના વેચાણની આવક તથા અન્ય વસ્તુઓના વેચાણ દ્વારા થયેલી આવક હિસાબોમાં દર્શાવી નથી. ટ્રેડિંગની બે નંબરની આવક-જાવકના હિસાબ પણ નથી.