- વેલેન્ટાઇન-ડે ની ઉજવણીમાં પંચમહાલ જિલ્લો પણ સામેલ
ફેબ્રુઆરી માસની ૧૪મી તારીખને વેલેન્ટાઇન-ડે તરીકે ઉજવવામાં આવે છે. વેલેન્ટાઇન-ડેને અનુલક્ષીને ગોધરા શહેરના યુવક યુવતીઓની ભેટ સોગાદો, ગુલાબના પુષ્પોની ખરીદી માટે વિવિધ ગિફટ આર્ટિકલ્સની દુકાનમાં ભીડ જામી રહી છે.
ફેબ્રુઆરી માસમાં આવતી ૧૪મી તારીખે સમગ્ર દુનિયામાં ઉજવાતા વેલેન્ટાઇન-ડે ની ઉજવણીમાં પંચમહાલ જિલ્લો પણ બાકાત રહ્યો ન હતો. પોતાના પ્રેમના એકરાર સમા પર્વની ઉજવણીમાં જિલ્લો પણ બાકાત નહીં રહેતાં પશ્ચિમી સંસ્કૃતિના તાલે નાચતા યુવાધન માટે તહેવાર સમા ડે ની ઉજવણીની તૈયારીઓમાં યુવાધન લાગી ગયું છે. જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં આવેલી વિવિધ ગીફટસ આર્ટીકલ્સની દુકાનમાં યુવક યુવતીઓની ભારે ભીડ જામી રહી છે. ગણતરીના દિવસો બાકી રહેતા હાર્ટ(દિલ), કાર્ડ, બેલ્ટ તથા ખાસ કરીને લાલ ગુલાબના ફુલના ભાવમાં વધારો નોંધાઇ રહ્યો હતો.