- ખોડિયાર માતાજીના મંદિરની દાનપેટીમાંથી બાર હજારની ચોરી કરી હતી
આણંદ તાલુકાના વલાસણ ખાતે ખોડિયાર માતાના મંદિરની દાનપેટીમાંથી બાર હજારની ચોરી કરનાર ગામના શંકાસ્પદ ઇસમની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યાં મુજબ વલાસણમાં તા.૫-૨-૧૨ના રોજ વહેલી સવારે ખોડિયાર મંદિર ખુલ્લુ હતું તે વખતે કોઇ ઇસમે મંદિરમાં પ્રવેશી દાન પેટી તોડી અંદરથી બાર હજાર રૂપિયાની ચોરી કરી લીધી હતી.
આ અંગેની જાણ થતાં ગામના વિનુભાઇ ભઇલાલભાઇ સોલંકીએ તપાસ કરતાં ગામનો મહેશ સોલંકી આ ચોરી કરી ગયો હોવાની શંકા જતાં તેઓએ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન મહેશ સોલંકી ગામમાં આવેલ હોવાની બાતમી મળતાં વિદ્યાનગર પોલીસે ગુરૂવારે સવારે સાડા અગિયાર વાગ્યે ગામમાં થઇ મહેશ સોલંકીને ઝડપી લીધો હતો. શકદારની અટકાયત કરી પોલીસે તેની સઘન પુછપરછ હાથ ધરી છે.