વેબસાઇટ ડબ્લ્યુડબ્લ્યુડબ્લ્યુ. જીએસઇબી. ઓઆરજી તથા ડબલ્યુડબલ્યુડબલ્યુ. ઇન્ડિયારઝિલ્ટ.કોમ, ડબલ્યુડબલ્યુડબલ્યુ. જીઆઇપીએલ.નેટ પર પરિણામ મૂકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બીજી જુનના રોજ સવારે ૯ વાગે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરાશે. વડોદરા શહેર-જિલ્લાનાં ૬૩,૧૦૦ વિદ્યાર્થીઓનું ભાવી ઉઘડશે.
બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૧માં લેવાયેલી ધો.૧૦ની પરીક્ષામાં વડોદરા શહેર-જિલ્લામાંથી ૬૩૧૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વડોદરા શહેર-જિલ્લાના પાંચ ઝોનના ૧૨૦થી વધુ પરીક્ષા કેન્દ્રો પર લેવાયેલી પરીક્ષાનું આવતી કાલે બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરાશે. બોર્ડની વેબસાઇટ ડબ્લ્યુડબ્લ્યુડબ્લ્યુ. જીએસઇબી. ઓઆરજી તથા ડબલ્યુડબલ્યુડબલ્યુ. ઇન્ડિયારઝિલ્ટ.કોમ, ડબલ્યુડબલ્યુડબલ્યુ. જીઆઇપીએલ.નેટ પર પરિણામ મૂકાશે.
ગત વર્ષની શહેર-જિલ્લાનું ૬૫.૧ટકા પરિણામ હતું. ગત્ં ચાલુ વર્ષે ધો.૧૦નું પરિણામ ઊંચંુ આવે તેવી સંભાવના છે. શાળામાં ૧૧ થી ૧૨ની વચ્ચે વિદ્યાર્થીઓને માકર્શીટ મળશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બીજી જુનના રોજ ધો.૧૦ના જાહેર થનારા પરિણામ બાદ ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહની પ્રવેશ કામગીરી હાથ ધરીને પાસ થનારાં લગભગ ૮ હજાર સુધીનાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે શહેરના ૭૦ શાળાના આચાર્યની તાકીદની બેઠક મળી હતી.
પ્રાપ્તવિગતો મુજબ, શહેરના કારેલીબાગ વિસ્તારના સરદાર વિનય મંદિર ખાતે ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહની પ્રવેશ પ્રક્રિયા તથા પ્રવેશના નવા નિયમોને લઇને શહેરની ૭૦ વિજ્ઞાન પ્રવાહની શાળાના આચાર્યની એક અગત્યની બેઠક યોજાઇ હતી.
શહેર જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. એસ.પી. ચૌધરી ની હાજરીમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્લાન તૈયાર કરાયો હતો. જેમાં ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ત્રીજી થી ૬ જુન સુધી વિદ્યાર્થીઓને શાળામાંથી ફોર્મ મળશે. ભરાયેલાં ફોર્મ શાળા સ્વીકારશે. ૮મીએ પહેલી મેરિટ યાદી પડશે. જેમાં શાળા પોતાના ૪૦ વિદ્યાર્થી અને બહારના ૧૦ વિદ્યાર્થીઓની ગુણાનુક્રમે જ બે યાદી બહાર પાડશે. બીજુ મેરિટ લિસ્ટ ૧૦મીએ અને ત્રીજુ મેરિટ લિસ્ટ ૧૩મીએ બહાર પડશે.