Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Dahod
 

ઉસરાની દિલધડક લૂંટ કેસમાં અમદાવાદના યુવકની ધરપકડ

 
Source: Bhaskar News, Limkheda   |   Last Updated 12:29 AM [IST](02/09/2010)
 
 
 
 
Advertisement
 
કોર્ટમા રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ : ઉજજૈનમાં ૬૪ હજારની લૂંટ કરી હતી

લીમખેડા તાલુકાનાં ઉસરા ગામે હાઇવે લૂંટમાં ઝડપાયેલાં અમદાવાદના છારા જ્ઞાતિનાં યુવકની લૂંટમાં સંડોવણી જણાતાં પોલીસે ધરપકડ કરી હતી. બુધવારે વધુ પુછપરછ માટે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા છે.

લીમખેડા દાહોદ હાઇવે ઉપર ઉસરામાં ૨૮મી ઓગસ્ટની રાત્રીએ લૂંટારાઓએ વાહનો આંતરી ૪.૬૫ લાખની લૂંટ મચાવી અનેક લોકોને માર માર્યો હતો. તે દરમિયાન એકઠા થયેલાં લોકોએ અમદાવાદનાં છારા જ્ઞાતિનાં રાજેશ ગોપાલભાઇ રાઠોડને જીજે-૧-એલએચ-૬૬૨ નંબરની બાઇક સાથે ઝડપી પાડી મેથીપાક આપી પોલીસને સુપ્રત કર્યો હતો.

લોકલ ક્રાઇમ બ્રાન્ચ દાહોદનાં પી.આઇ. ડામોરે ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી રાજેશ રાઠોડની લીમખેડા મામલતદાર કચેરીએ એકઝીકયુટી મેજીસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ યોજી હતી. ત્યાર બાદ તપાસમાં તેની ઉસરા લૂંટમાં સંડોવણી હોવાનું તથા અન્ય સાથીદારોએ પણ ભાગ ભજવ્યો હોવાનું જણાઇ આવ્યું હતું.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.