Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Anand >> Uniform Is A Symbol Of Discipline: Governor

ગણવેશ એ શિસ્તનું પ્રતિક: રાજ્યપાલ

Bhaskar News, Anand | Aug 30, 2012, 00:09AM IST
 
 

કરમસદ મેમોરિયલમાં જિલ્લાની ૫ પ્રાથમિક શાળાનાં જરૂરિયાતમંદ છાત્રોને ગણવેશનું વિતરણ

ઉદઘાટન સમારોહમાં રાજ્યપાલ ડૉ.કમલાજીનું પ્રેરક વકતવ્ય

‘ગણવેશ એ શિસ્ત અને સમાનતાની ભાવનાનું પ્રતિક છે. વિદ્યાર્થી અવસ્થામાં ગણવેશ આવશ્યક છે. બાળકોમાં ચારિત્રય ઘડતર, સર્વધર્મ સમભાવ, સાદગી, નિષ્ઠા, રાષ્ટ્રપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન થશે તો શિક્ષણ કાર્યને સફળતા મળશે.’ એમ રાજ્યપાલ ડૉ.કમલાજીએ કરમસદ ખાતેનાં મેમોરિયલ ખાતે નિવેદિતા ફાઉન્ડેશન - નાવલીનાં ઉપક્રમે બુધવારે યોજાયેલા જરૂરિયાતમંદ છાત્રોને ગણવેશ વિતરણ કરવાનાં સમારોહમાં જણાવ્યું હતું.

તેઓએ ગરીબ વર્ગના બાળકોને ગણવેશ આપવાની સેવાકીય પ્રવૃતિને બિરદાવતા વધુમાં જણાવ્યું કે ‘કરૂણામૂર્તિ મધર ટેરેસાના જીવનમૂલ્યોથી પ્રેરણા લઈને નિવેદિતા ફાઉન્ડેશને ૫ જેટલી શાળાના ગરીબ બાળકોને ગણવેશ, દફતર, સ્વેટર, શૈક્ષણિક પ્રવાસ જેવી સહાય આપી પાયાના પ્રાથમિક શિક્ષણથી જ તેજસ્વી બનવા પ્રોત્સાહિત કર્યા છે.

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વાતંત્રય વીર વિટ્ઠલભાઈ પટેલનું સ્મરણ કરતાં તેમણે જણાવ્યું કે સ્વાધિનતાના સંગ્રામમાં કરમસદની પાવનભૂમિ સાથે અનેક યાદગાર ઘટનાઓ જોડાયેલ છે.’ જ્યારે અતિથિવિશેષ પદેથી ચારુતર વિધામંડળના ચેરમેન ડૉ.સી.એલ.પટેલે રાષ્ટ્રના ભાવિ નાગરિકો સમાન ગરીબ બાળકોના વિકાસ માટે નિ:સ્વાર્થ ભાવે નિવેદિતા ટ્રસ્ટ સેવા પ્રવૃતિ કરે છે. તેમ જણાવતાં સરકાર, સમાજ અને સેવાભાવિ સંસ્થાઓએ બાળકોના સવૉગી વિકાસ માટે કામ કરવું જરૂરી છે. તેવી ટકોર પણ કરી હતી.

આ પ્રસંગે આઈટી નિષ્ણાંત રૂજાન ખંભાતાએ જ્ઞાન એ મહાન શક્તિ છે. જ્ઞાનથી વિચાર શક્તિ વિકસે છે. તેમ જણાવી તેઓએ જ્ઞાન પ્રાપ્તકરવા ખૂબ જ અભ્યાસકાર્ય કરવા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સરદાર પટેલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ.હરશિ પાઢે સંસ્થાની સેવાને બિરદાવી હતી. કાર્યક્રમના આરંભે ટ્રસ્ટના સ્થાપક અને ટ્રસ્ટી નપિા શુક્લાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી કે.કે.નિરાલા, જિલ્લા પોલીસ અધિક્ષક આર.વી. અસારી, અધિક નિવાસી કલેક્ટર આર.જી.ગોહિલ સહિતના મહાનુભાવો તેમ જ શિક્ષકોને બાળકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

૨ હજાર છાત્રોને ગણવેશ વિતરણ

કરમસદ મેમોરિયલ ખાતેનાં સમારોહમાં રાજ્યપાલ સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાની સંદેશર કુમાર અને કન્યા પ્રાથમિક શાળા, વલાસણ મશિન શાળા, નંદેલી પ્રાથમિક શાળા(તા.ખંભાત), રામપુરા પ્રાથમિક શાળા મળીને કુલ ૫ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ ૨ હજાર જેટલા છાત્રોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમારોહમાં અગ્રણીઓનું સન્માન કરાયું

ગણવેશ વિતરણ કાર્યક્રમ અંતર્ગત ફાઉન્ડેશનને સહયોગ આપનાર ધારાસભ્ય સિધ્ધાર્થ પટેલ, અમદાવાદના મેયર આસિત વોરા, ઈસ્કોન ટેમ્પલ - વિદ્યાનગરના સિચ્ચદાનંદ, જીસીએમએમએફના એમડી સોઢી, સેવાભાવિ કાર્યકર ઈલાબેન મેકવાન તેમ જ બ્રહ્નાકુમારી કેન્દ્રના સંચાલિકાનું રાજ્યપાલના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.
 
 
 

Your Opinion
 
 
Code:
5 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment