Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

ટ્રેન કરશે અવેર!

 
Source: Ketan Rajput, Ahmedabad   |   Last Updated 2:45 AM [IST](01/09/2010)
 
 
 
 
 
કોમનવેલ્થ-૨૦૧૦ : ૧૧ કોચ ધરાવતી એક્સપ્રેસ ટ્રેન બે દિવસ ગાંધીનગર રોકાશે અને આ ટ્રેન ગેમ્સનું પરફેક્ટ નોલેજ આપશે...

કોમનવેલ્થ ગેમ્સની ધૂમ મચાવવા માટે કોમનવેલ્થ એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર આવશે. લીલારંગની ૧૧ કોચ ધરાવતી કોમનવેલ્થ એક્સપ્રેસ ટ્રેન ૧૪ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર સ્ટેશને આવશે. દેશના યુવાનોને કોમનવેલ્થ ગેમ સાથે સાંકળવા માટે રેલવે મંત્રાલય તરફથી આ ટ્રેન ચલાવવામાં આવી છે.

દિલ્હીથી ૨૪ જુને રવાના થયેલી આ ટ્રેન સમગ્ર દેશમાં ક્વીન્સ વેટન રિલેને ફોલો કરતી દરેક રાજ્યમાં જશે. સામાન્ય લોકો ઉપરાંત સ્થાનિક સ્કૂલો, કોલેજો અને એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓ ટ્રેનનું સ્વાગત કરશે. કોમનવેલ્થ એક્સપ્રેસ તારીખ ૧૪ અને ૧૫ સપ્ટેમ્બર દરમિયાન સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી નિહાળી શકાશે. મુંબઇથી આવીને ગાંધીનગર બે દિવસના રોકાણ બાદ આ ટ્રેન મધ્ય પ્રદેશના હબીબગંજ જશે. આ પ્રસંગે રાજ્યના ખેલાડીઓ વોલેન્ટિયર તરીકે જોડાશે.

૬ કોચમાં ઇ- ગવર્નન્સની જાણકારી

એફઆઇઆર ઇમેલથી કેવી રીતે નોંધાવવામાં આવે છે? ઇ-ગવર્નન્સથી જોડાયેલી આવી અનેક જાણકારીઓ આ ટ્રેનમાં ઉપલબ્ધ હશે. આ કોમનવેલ્થ એક્સપ્રેસમાં પાંચ ખેલના કોચ ઉપરાંત બાકીના ૬ કોચ આઇટીના છે.

આ કોચમાં ગવર્નમેન્ટની ઇન્ફર્મેશન અને ટેક્નોલોજી સાથે જોડાયેલી સુવિધાઓની જાણકારી હશે. સામાન્ય લોકોની સમસ્યાઓને દૂર કરવા માટે કોચમાં રહેલી આઇટી ટીમ મદદ કરશે.

સ્પોર્ટ એચિવરનું સન્માન કરવામાં આવશે

આ ટ્રેન ગાંધીનગર આવશે ત્યારે રેલવેના અધિકારીઓ રીસિવ કરશે. આ અંગે જાણકારી આપતા રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે, આ ટ્રેનને ચલાવવા પાછળનો હેતુ યૂથને કોમનવેલ્થ ગેમ માટે અવેર કરવાનો અને સાથે સ્પોર્ટ્સ એક્ટિવિટીને પ્રમોટ કરવાનો. સ્પોર્ટ્સ એચિવર એટલે અર્જુન એવોર્ડ, ઓલિમ્પિક અને એશિયન ગેમ વિનર્સનું સ્ટેશન પર થનાર કાર્યક્રમમાં સન્માન કરવામાં આવશે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.