Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Vadodara
 

બાબા પર અત્યાચાર વિરોધમાં ભાજપનો આજે ધરણાં કાર્યક્રમ

 
Source: Bhaskar News, Vadodara   |   Last Updated 2:30 AM [IST](06/06/2011)
 
 
 
 
 
ભ્રષ્ટાચાર અનેકાળાં નાણાં મામલે આમરણાંત ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામનાર બાબા રામદેવ ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં શહેર ભાજપ દ્વારા આવતી કાલે પ્રતીક ધરણાંનું એલાન આપવામાં આવ્યું છે.ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંના વિરોધમાં બાબા રામદેવે દિલ્હી ખાતે આમરણાંત અનશન આંદોલન શરૂ કર્યું હતું અને ગત મોડી રાતે અનશન સત્યાગ્રહીઓ ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અનેબાબા રામદેવને દિલ્હીથી યુપી તરફ લઇ જવામાં આવ્યા હતા.

યોગગુરુ બાબા રામદેવ અને તેમના સમર્થકો ઉપર સરકારે દમનનો કોરડો વીંઝી તાનાશાહી આચરી હોવાનો આક્ષેપ કરતાં શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારે આચરેલા અત્યાચારના વિરોધમાં શહેર ભાજપ દ્વારા આવતી કાલે ગાંધી નગરગૃહના પ્રાંગણમાં સવારે ૧૦ થી સાંજના પાંચ વાગ્યા સુધી ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તેવી જ રીતે, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કેયુર રોકિડયાની આગેવાનીમાં રવિવારે સાંજે વંટોિળયાના માહોલ વચ્ચે કોંગ્રેસના પૂતળાનું ફતેગંજ વિસ્તારમાં પૂતળાદહન કરતાં સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના ફેલાઇ હતી.

આ દરમિયાનમાં વિશ્વ હિન્દુ પરિષદના મહાનગરના અધ્યક્ષ ચીમનભાઇ મારડિયા, મંત્રી દીપેન વર્મા, બજરંગદળના સંયોજક ઉમેશ જોષી, વિભાગીય ઉપાધ્યક્ષ ચંદ્રકાંત શેઠે પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્રની યુપીએ સરકારનું ધર્મવિરોધી તેમજ હિન્દુવિરોધી કૃત્ય જગજાહેર છે. આતંકવાદીઓને સજા કે ફાંસી ન કરનાર સરકાર અસીમાનંદ અને સાધ્વી પ્રજ્ઞાજીને જેલમાં પૂરી તેમને આતંકવાદી ચીતરેલ છે. આંદોલનને તોડી પાડવા યોજનાબï પ્રયાસના ભાગરૂપે રામદેવજી અને અન્ય અહિંસક સાધકોની ધરપકડ થયેલ છે તેને વિહપિ વખોડી કાઢે છે.

તદુપરાંત પતંજલિ યોગ સમિતિ-ભારત સ્વાભિમાન ટ્રસ્ટના અધ્યક્ષ કીતિgભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સ્વામીજીને શા માટે શાંતિપૂર્વક અને સન્માનપૂર્વક દિલ્હી બહાર લઇ જવાયા નહીં ? માનવ અધિકાર ક્યાં છે અને શું આ માનવ અધિકારનું સીધે સીધું હનન નથી ? વડોદરાના કાર્યકર્તાઓએ અડગ રહીને આ રાષ્ટ્રયજ્ઞ ચાલુ રાખવાનો દ્રઢ નિર્ધારકરેલ છે.

બાબા પર અત્યાચારો આઘાતજનક

દેશહિતના અતિ મહત્વના પ્રશ્નો અંગે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરનાર બાબા રામદેવના અહિંસક આંદોલનને કચડી નાખવા ગત મધરાતે કોંગ્રસ દ્વારા થયેલા અત્યાચારને દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિ દ્વારા વખોડી નાખી આ બનાવ તમામ માટે આઘાતજનક હોવાનું જણાવ્યું હતું.

દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિએ બાબાની માગણીઓને સંપૂર્ણ સમર્થન જાહેર કરી જણાવ્યું હતું કે વડોદરામાં પણ ભારત સ્વાભિમાનના કાર્યકરોએ પ્રતીક ઉપવાસ આંદોલન ગઈ કાલથી શરૂ કર્યું છે અને આજે સમિતિના મુખ્ય સંયોજક નલિન ભટ્ટ સહિતના કાર્યકરો પણ સયાજીગંજમાં સરદાર પ્રતિમા સામે સવારે ૯થી ૧૨માં આયોજિત પ્રતીક ઉપવાસમાં જોડાયા હતા.

કેન્દ્ર સરકારે બાબા રામદેવના અહિંસક આંદોલનને કચડી નાખવાના ગત મધરાત્રીએ કરેલા પ્રયાસોની આકરી ટીકા કરતાં નલિન ભટ્ટે જણાવ્યું હતું કે બાબા રામદેવ ભ્રષ્ટાચારને હટાવવા માગે છે પરંતુ કોંગ્રેસ સરકાર બાબા રામદેવને જ હટાવવા માગે છે તેમ સ્પષ્ટ લાગે છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.