Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar
 

શહેરની ત્રણ વ્યક્તિને સ્વાઇનફ્લૂ પોઝિટિવ

 
Source: Bhaskar News, Gandhinagar   |   Last Updated 3:27 AM [IST](02/09/2010)
 
 
 
 
 
ગાંધીનગર શહેર જિલ્લામાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવની સંખ્યા ફરી વધી રહી છે. ગયા અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના બે કેસ પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ ત્રણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવના કેસ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. ત્રણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દીઓમાં એક મહિલા અને બે યુવાનનો સમાવેશ થાય છે. આ ત્રણે દર્દીઓમાંથી એક દર્દી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અને બે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.

ગાંધીનગર શહેરમાં રહેતી ત્રણ વ્યક્તિઓના સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ ત્રણ વ્યક્તિઓમાંથી મહિલા દર્દી અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્ય બે યુવાનો પૈકી એક યુવાન એપોલો હોસ્પિટલમાં અને બીજો યુવાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે. આ ત્રણે દર્દીઓને છેલ્લા ઘણા દિવસોથી સતત તાવ રહેવાના કારણે થોડા દિવસ પહેલાં સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો. જે તપાસ માટે અમદાવાદ સિવિલ મોકલવામાં આવ્યો હતો.

આ ત્રણે દર્દીઓના સ્વાઇન ફ્લૂના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા, પરંતુ તે પહેલાં જ આ ત્રણે દર્દીઓને સારવાર માટે દાખલ કરી દેવામાં આવ્યા હતા. જિલ્લા આરોગ્ય તંત્રને સ્વાઇન ફ્લૂના ત્રણ કેસો પોઝિટિવ આવ્યા હોવાની જાણ કરવામાં આવતાં આરોગ્ય તંત્રના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. આરોગ્યની ટીમે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમના સંપર્કમાં આવેલા પરિવારજનોને ટેમીફ્લૂ દવા આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ ત્રણે દર્દીઓ ગાંધીનગરના જ છે અને તેમના નિવાસસ્થાનની પણ મુલાકાત લેવામાં આવી હતી. ગાંધીનગરમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવના કેસની સંખ્યા સાત થઈ ગઈ છે અને આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યું છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.