Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Panchmahal >> Theft In Friend House Godhra

મોજશોખના રવાડે ચડેલા મિત્રોએ મિત્રના મકાનમાં કર્યો હાથ સાફ

Bhaskar News, Godhra | Jul 19, 2012, 00:28AM IST
 
 

ગોધરાના વૈભવ નગરમાં બનેલી ઘટના : પોલીસે ચોરીનો ભેદ ઉકેલી ૪.૫૬ લાખ કબજે કર્યા

ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલી વૈભવનગર સોસાયટીમાં રહેતા મિત્રના ધરે મંગળવારની બપોરે પાંચ લાખની ત્રણ મિત્રોએ ધાપ મારી હતી. દરમિયાન મિત્રએ પોલીસ મથકે મિત્રો સામે શંકાસ્પદ ફરિયાદ નોંધાવતા પોલીસે તલસ્પર્શી તપાસ આરંભતા તમામ ધટસ્ફોટ માહિતી બહાર આવી હતી. પોલીસે ચોરી કરનાર ત્રણેય મિત્ર પાસેથી ૪.૫૬ લાખ કબ્જે લઇ ધરપકડ કરી હતી. આ બનાવ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીના બનાવનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી વૈભવ સોસાયટીમાં કલ્પેશકુમાર ભટ્ટ પોતાના બે પુત્ર સાથે રહે છે. અને રીક્ષા ડ્રાઇવરનો ધંધો કરે છે. તેઓના પુત્ર આલાપ (ઉવ.૧૯) છાપકામનુ કામ કરે છે. આ દરમિયાન તેઓને જમીનના દલાલીના રૂપિયા પાંચ લાખ રૂપિયા આવતા મકાનની તિજોરીમાં મુક્યા હતા. ગત તા.૧૭ જુલાઇના રોજ તેઓ મકાન બંધ કરીને પિતા પુત્ર કામ અર્થો લઇ ગયા હતા. આ વખતે તેઓના મકાનમાં ચોરી થઇ હતી.

બીજી તરફ તેઓ પરત ધરે આવતા મકાનનો દરવાજો અડધો ખુલ્લો હતો અને મકાનમાં માલસામાન રફેદફે હતો. જેથી વધુ તપાસ કરતા મકાનમાં મુકેલા પાંચ લાખ રોકડા દેખાયા ન હતા. જેથી ચોરી થઇ હોવાનુ બહાર આવ્યુ હતુ. જેના આધારે તાત્કાલીક શહેર પોલીસ એ ડીવીઝન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. ચોરીના બનાવ અંગે આલાપે પોલીસ મથકે ચોરી મારા બે મિત્રોએ કરી હોવાની શંકા દર્શાવી હતી. જેથી પોલીસે બંને શંકાસ્પદ મિત્રો આકાશ મહેશભાઇ પટેલ તથા નરેશ જગદીશચંદ્ર પટેલ (રહે. કાછીયાવાડ, ગોધરા)ની કડકાઇપૂર્વક પુછપરછ કરી હતી.

જેમાં તેઓ ભાંગી પડતા સમગ્ર ચોરીના બનાવ ઉપરથી ભેદ ઉકેલાયો હતો. જેમાં ચોરીના બનાવમાં તેઓના અન્ય મિત્ર રૂષભ ઉર્ફે વોરો જીતેન્દ્રકુમાર પટેલ (રહે. કાછીયાવાડ, ગોધરા) સાથે હોવાની કબુલાત કરી હતી. તેમજ તેઓને મકાનની ચાવી ક્યાં મુકતા હોવાની જાણકારી હોવાથી આસાની રહી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીના બનાવ ઉપરથી ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે ત્રણેયની બુધવારની મોડી સાંજે ગોધરામાંથી ધરપકડ કરી રૂષભના ધરેથી ચોરીના ૪.૫૬ લાખ કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

૪૪ હજાર મોજશોખમાં વાપર્યા

ગોધરાના કાછીયાવાડમાં રહેતા ત્રણ મિત્રોએ પોતાના જ મિત્રના બંધ મકાનમાં ૫ લાખની ચોરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સૌ કોઇ અચંબામાં પડી ગયા હતા. તેઓએ મોજશોખના રવાડે ચડી ધટનાને અંજામ આપ્યો હતો. તેમજ પોલીસની પુછતાછમાં ચોરીના રૂપિયા પૈકી ૪૪ હજાર કપડા સહિત અન્ય ચિજવસ્તુમાં વાપરી નાંખ્યા હોવાની કબુલાત કરી હતી.

પકડાયેલા

આકાશ મહેશભાઇ પટેલ,
નરેશ જગદીશચંદ્ર પટેલ
રૂષભ ઉર્ફે વોરો જીતેન્દ્રકુમાર પટેલ
 
 
 

Your Opinion
 
 
Code:
8 + 3

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment