રામદેવજીના ટેકામાં આંદોલન પૂર્વે જ કોંગ્રેસ કાર્યાલયની દીવાલ પર લખાણથી વિવાદ
બાબા રામદેવજી ભ્રષ્ટાચારના મુદ્દે અનસન પર ઉતરી રહ્યા છે ત્યારે વડોદરામાં પણ તેમના ટેકામાં દેખાવો અને ધરણાં આવતીકાલથી શરૂ થશે. ત્યારે શહેર કોંગ્રેસ કાર્યાલયની દીવાલ ઉપર યુપીએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર લખાતા હોબાળો મચ્યો છે.
દાંડિયાબજાર કોંગ્રેસનું કાર્યાલયની દીવાલ ઉપર ગત મોડી રાતે કોઇ અટકચાળા તત્વોએ ઇટાલી કી કીટલી મેં ભ્રષ્ટાચાર કી ચાય, યુવાનો આગળ આવશે, યુપીએ સરકારના ભ્રષ્ટાચાર જેવું લખાણ લખ્યું હતું.
શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી શૈલેશ અમીને જણાવ્યું હતું કે, કોંગ્રેસ કાર્યાલયની દીવાલો ઉપર જે લખાણ લખવામા આવ્યું છે તે સ્પ્રેથી લખવામાં આવ્યું હોવાનુ લાગે છે અને તે મોંઘો આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં પણ બાબા રામદેવના ટેકામાં આંદોલન શરૂ થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ કાર્યાલય પર આ રીતના લખાણ સૂચક છે. શહેર કોંગ્રેસ કાર્યાલયની દીવાલ ઉપર યુપીએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર લખાતા હોબાળો મચ્યો છે. તસવીર