Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Anand
 

સુંદણના પોલ્ટ્રીફાર્મમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

 
Source: Bhaskar News, Anand   |   Last Updated 12:54 AM [IST](12/02/2012)
 
 
 
 
Advertisement
 
વાસદના નટુનો પોલ્ટ્રીફાર્મમાંથી જિલ્લામાં દારૂ સપ્લાય થતો હતો

આણંદ તાલુકાના સુંદણ સીમમાં આવેલ એક પોલ્ટ્રીફાર્મમાંથી શુક્રવારની મોડી રાત્રે વાસદ પોલીસે દારૂની ૬૫ પેટી સાથે એક ઇસમને ઝડપી લીધો હતો.

વાસદ પીએસઆઇ ડી.આર.ગોહિલના જણાવ્યાં મુજબ આણંદના સુંદણ સીમમાં નટુભાઇની પોલ્ટ્રી ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં સ્થળ ઉપરથી બાલાસિનોરનો વતની અને પોલ્ટ્રીફાર્મમાં રહેતો નાનજી ડાહ્યાભાઇ ખાંટ ઝડપાઇ ગયો હતો. અંદર તપાસ કરતાં વિદેશી દારૂની કુલ ૬૫ પેટી ૨૧૮૪૦૦ રૂપિયાની મળી આવી હતી. નાનજી ખાંટની પુછપરછમાં આ વિદેશી દારૂ નટુએ મંગાવ્યો હોવાનું અને તે દારૂ રાજસ્થાનના દિલીપ મારવાડી, રાકેશ મારવાડી અને તેના મેનેજર ભુરિયાએ મોકલાવેલ હોવાનું ખુલ્યું હતું. જે આધારે વાસદ પાંચ ઈસમ સામે ગુનો નોંધ્યો હતો.

બુટલેગર ભોલો દારૂ સાથે ઝડપાયો

આણંદ. ખંભાત તાલુકાના બામણવા ગામમાંથી એક ઇસમ શનિવારે સાંજે વિદેશી દારૂના જથ્થા સાથે આણંદ જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડના હાથે ઝડપાઇ ગયો હતો. ખંભાતના બામણવા ગામમાં રહેતો ભોલો ઉર્ફે જીગ્નેશસિંહ મહેન્દ્રસિંહ ચાવડા ગામમાં પ્રવેશવાના માર્ગ ઉપર આવેલ કેબિનો પાછળ કચરામાં વિદેશી દારૂ છુપાવી તેનું વેચાણ કરતો હોવાની બાતમી મળતાં પેરોલ ફર્લો સ્કવોડે શનિવારે સાંજે રેઇડ કરી હતી. જેમાં ભોલો ઉર્ફે જીગ્નેશસિંહ ચાવડા દારૂનું વેચાણ કરતાં ઝડપાઇ ગયો હતો. તેની પુછપછરના અંતે તપાસ કરતાં કેબિન પાછળ કચરાના ઢગલામાં છુપાવેલ વિદેશી દારૂની ૧૪ પેટી મળતાં ધરપકડ કરી હતી.’
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.