ગાંધીનગર શહેરમાં સેક્ટર-૭માં પ્લોટ નં.૯૯૮/૨માં રહેતા અને ગલ્લો ચલાવતા કાંતિલાલ મગનભાઇ મકવાણા નામના ૪૮ વર્ષના પ્રૌઢે બુધવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં તેના ઘેર પંખા સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
સેક્ટર-૭ પોલીસના સબ ઇન્સપેક્ટર એચ.એલ.સોલંકીએ કરેલી પ્રાથમિક તપાસમાં ખૂલ્યા પ્રમાણે લાંબા સમયથી થયેલી માનસિક અસ્થિરતાની બીમારીથી કંટાળીને કાંતિલાલ આ પગલુ ભર્યું હતું.