ઇન્ટરનેશનલ ડાન્સિંગ સ્ટાઇલ પર શહેરમાં અદ્ભુત શો યોજાયો હતો. જેમાં કેસીનો દે રૂએદા, બી બોઇંગ, લોક ઇન, રોક એન રોલ, પોપ ઇન જેવા ડિફરન્ટ ઇન્ટરનેશનલ ડાન્સ સ્ટાઇલ પર ઠાકોરભાઇ દેસાઇ હોલમાં શો યોજાયો હતો.
શહેરની એક જાણીતી ડાન્સ એકેડેમી દ્વારા આ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોમાં ૨૫૦ જેટલા સ્ટુડન્ટસે વિવિધ સ્ટાઇલથી લોકોને પ્રભાવિત કરી દીધાં હતાં.
જેમાં ૩ વર્ષથી લઇને ૫૦ વર્ષ સુધીની દરેક વ્યક્તિએ ભાગ લીધો હતો. ઇન્ટરનેશનલ ડાન્સ સ્ટાઇલની સાથે ઇન્ડિયન કન્ટેમ્પરરી, સાલસા, ટેન્ગો, બોલિવૂડ થીમ. જાઝ હિપ હોપ જેવા અલગ અલગ ડાન્સ પણ રજુ કરવામાં આવ્યા હતા.