Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

સ્ટોરી ટેલિંગથી બાળકોએ જીવંત કર્યા ‘પંચતંત્ર’ના પાત્રો

 
Source: City Reporter, Ahmedabad   |   Last Updated 3:23 AM [IST](29/01/2012)
 
 
 
 
 
આજના બાળકો માત્ર કાર્ટૂન કેરેકટર્સ પાછળ જ ઘેલા છે તેવી પ્રચલિત માન્યતા આજે તૂટતી જોવા મળી હતી. લેટેસ્ટ ગેજેટ્સની સાથે ગાઢ મિત્રતા ધરાવતા બાળકોએ એક કાર્યક્રમમાં ‘પંચતંત્ર’ની વાર્તાઓ સંભળાવી અને ભજવી હતી. ૩થી ૧૦ વર્ષની ઉંમરના ૧૭૫ બાળકોએ પોતાની કલ્પનાની પાંખો ફફડાવીને વાઈલ્ડ લાઈફના કેરેકટર્સને જીવંત કર્યા હતા.

સ્ટોરીને વધુ અસરકારક રીતે રજૂ કરવાના હેતુથી આ બાળકોએ એક્ટિંગ અને પપેટ્રીના માધ્યમનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં પંચતંત્રના હાથી, ઘોડા, સસલા, શિયાળ વગેરે પાત્રોને પ્રેક્ષકો સમક્ષ જીવંત કરવા આ બાળકોએ પોતે જ પ્રાણીઓની ભૂમિકા ભજવી હતી. હાથીની જેમ મદમસ્ત ચાલતા કે ઘોડાની જેમ હણહણતા બાળકોને પેરેન્ટ્સ અને શિક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

ઈમોશનલ ટચનું સબળ માધ્યમ
બેંગલોરની કથાલય નામની સંસ્થાના સ્થાપક ગીતા રામાનુજને જણાવ્યું હતું કે, હું સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરાવતી ત્યારે બાળકો લેસનથી ખૂબ બોર થતાં હતા. બાળકોને અભ્યાસમાં ઈન્ટ્રેસ્ટ લેતા કરવા મેં તેમની પાસે સ્ટોરીના સ્વરૂપે લેશન કરાવવાનું શરૂ કર્યું. નવી પદ્ધતિનું લેસન તેઓ ખૂબ ઉત્સાહથી કરતા હતા. આજના સમયમાં બાળકો સાથે ઇમોશનલ ટચ જરૂરી છે અને તેના માટે સ્ટોરી સૌથી સારું માધ્યમ છે.

... તો બાળકો ટીવી તરફ ડાઈવર્ટ થશે
રેડબ્રિકસ એજ્યુકેશનના ફાઉન્ડર રેનીતા હાન્ડાએ જણાવ્યું હતું કે, પેરેન્ટ્સ અમારી પાસે હંમેશા ફરિયાદ લઇને આવે છે કે બાળકો કાર્ટૂન ટીવી વધારે જોવે છે. અમે પેરેન્ટ્સને સલાહ આપીએ છીએ કે, તમે બાળકોને સમય નહીં આપો તો બાળકો ટીવી તરફ ડાયવર્ટ થશે. આવું ન બને તે માટે અમે ચાર દિવસના ‘કથા ઉત્સવ’નું આયોજન કર્યું છે. બાળકોને પેરેન્ટ્સ અને ટીચર્સ સમક્ષ સ્ટોરી ટેલિંગ તરફ વાળવાના હેતુથી આ તાલીમનું આયોજન કર્યું છે.

ચાર દિવસનો કથા ઉત્સવ
સેટેલાઇટ ખાતે આવેલા રેડબ્રિકસ એજ્યુકેશન દ્વારા તા. ૨૪થી ૨૮ જાન્યુઆરી દરમિયાન ‘કથા ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેંગલોરની કથાલય નામની સંસ્થાના ગીતા રામાનુજને પેરેન્ટ્સ અને ટીચર્સને સ્ટોરી કઇ રીતે જનરેટ કરવી તેની માહિતી આપી હતી. તા.૨૪ના રોજ માઇકા સંકલ્પ થીયેટરના વિદ્યાર્થીઓએ ડ્રામા રજૂ કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

તા. ૨૬ના રોજ સુંદરવન ખાતે પેરેન્ટ્સ અને બાળકોને નેચરની સ્ટોરી અને સુંદરવનની મુલાકાત કરાવી હતી. તા. ૨૭ના રોજ બાળકોએ વિવિધ સ્ટોરી પરથી ડ્રોઇંગ બનાવ્યા હતા. શનિવારે શહેરની જુદી જુદી સ્કૂલના ટીચર્સ માટે વર્કશોપનું આયોજન કરી સ્ટોરી ટેિલ્ાગની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગના આધારે બાળકોએ વિવિધ વાર્તાઓ રજુ કરી હતી.

ચાર દિવસનો કથા ઉત્સવ
સેટેલાઇટ ખાતે આવેલા રેડબ્રિકસ એજ્યુકેશન દ્વારા તા. ૨૪થી ૨૮ જાન્યુઆરી દરમિયાન ‘કથા ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેંગલોરની કથાલય નામની સંસ્થાના ગીતા રામાનુજને પેરેન્ટ્સ અને ટીચર્સને સ્ટોરી કઇ રીતે જનરેટ કરવી તેની માહિતી આપી હતી. તા.૨૪ના રોજ માઇકા સંકલ્પ થીયેટરના વિદ્યાર્થીઓએ ડ્રામા રજૂ કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

તા. ૨૬ના રોજ સુંદરવન ખાતે પેરેન્ટ્સ અને બાળકોને નેચરની સ્ટોરી અને સુંદરવનની મુલાકાત કરાવી હતી. તા. ૨૭ના રોજ બાળકોએ વિવિધ સ્ટોરી પરથી ડ્રોઇંગ બનાવ્યા હતા. શનિવારે શહેરની જુદી જુદી સ્કૂલના ટીચર્સ માટે વર્કશોપનું આયોજન કરી સ્ટોરી ટેલિંગની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગના આધારે બાળકોએ વિવિધ વાર્તાઓ રજુ કરી હતી.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.