Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad >> Sports Activities In Ahmedabad's Schools

લેટ્સ પ્લે અ ગેમ: શાળાઓમાં વધ્યું સ્પોર્ટ્સનું મહત્વ

City Bhaskar, Ahmedabad | Aug 30, 2012, 10:25AM IST
 
 


-શાળાઓએ ફેસિલિટીઝ વધારી -રમતમાં ભાગીદારી લેવા માટે પ્રોત્સાહન

ભારતને સતત ત્રણ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવનાર રમતવીર ધ્યાનચંદના જન્મદિન નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઊજવાય છે. આ દિવસે સિટીની શાળાઓમાં સ્પોર્ટ્સ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટેની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું.

ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ વિભાગ હેઠળ આવતા પાલડી અને આંબાવાડી વોર્ડની રમત ગમત સ્પર્ધા યોજાઇ હતી. જેમાં આ વોર્ડમાં આવતી વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા અન્ડર ૧૪, અન્ડર ૧૭ અને અન્ડર ૧૮ કેટેગરીમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં અન્ડર ૧૪ કેટેગરીમાં ૧૦૦મીટર, ૨૦૦મીટર, ૪૦૦મીટર અને ૬૦૦મીટર અન્ડર ૧૭ કેટેગરીમાં ૮૦૦ મીટર તેમજ અન્ડર ૧૮ કેટેગરીમાં ૧૫૦૦મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ ત્રણે કેટેગરીઝમાં ૪ધ્૧૦૦મીટર રીલે દોડ, ૧૦૦મીટર વિધ્ન દોડ, લોન્ગ જમ્પ, હાઇ જમ્પ, ચક્ર ફેંક, ગોળા ફેંક, બરછી ફેંક જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં શ્રેયસ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓએ સૌથી વધુ ઇનામો જીત્યા હતાં.

વિવિધ શાળાઓમાં સ્પોર્ટ્સ માટે આપતી ફેસેલિટીઝ

"અમારી શાળામાં ફુટબોલ, બાસ્કેટ બોલ અને ક્રિકેટ એકેડેમી શરૂ કરી છે. જેમાં અમે દર વર્ષે ઓપન ક્રિકેટ ટુનૉમેન્ટનું આયોજન કરીએ છીએ. જેમાં આ વખતે ૧૨૮ ટીમના ભાગ લેવાની અપેક્ષા છે." -જિગર બ્રહ્નભટ્ટ &એસજીવીપી એજ્યુકેશન ફાઉન્ડેશનના ફીઝીકલ જયુકેશન ફેકલ્ટી

"બાળકો ઇન્ડોર, આઉટડોર બંને રમતોમાં ધ્યાન આપી શકે તે માટે રોજ એક કલાક રમતગમતનો કલાસ ગોઠવ્યો છે. જેમાં બાળકોને પાંચ પ્રવૃત્તિ ફરજિયાત અને બે પ્રવૃત્તિ તેમની પસંદગીની લેવાની હોય છે." - શાજી મેથ્યુ &પ્રિન્સીપલ, ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્પોર્ટ્સને આગળ વધારવા લેવાતાં પગલાં -વિદ્યાર્થીઓ માટે ફરજિયાત સ્પોર્ટ્સ સેશન્સ -ફરજિયાત રમતો -મનપસંદ રમતો -ઉંમર મુજબની રમતો -વિવિધ ટુનૉમેન્ટનું આયોજન -વિવિધ ટુનૉમેન્ટમાં પાર્ટીસીપેશન

એક્સપર્ટ વ્યૂ"જે વિદ્યાર્થી ખેલકુદમાં આગળ હોય તે અભ્યાસમાં પણ સારૂં પરફોર્મ કરી શકે છે. કોઇ પણ વિદ્યાર્થીમાં સવાઁગી વિકાસ અને ત્વરિત નિર્ણય શક્તિ માટે રમત ગમતમાં કાર્યરત રહેવું જરૂરી છે. દરેક વિદ્યાર્થીએ એક કલાક તો સ્પોર્ટ્સ માટે ફાળવવો જ જોઇએ. આજે જ્યારે ઘર નાના થયા છે, શાળાઓમાં મેદાન નથી ત્યારે બાળકોને શાળાના બિલ્ડીંગના ધાબા પર વ્યાયામના કલાસ પૂરા કરવા પડે છે. માત્ર અભ્યાસથી બાળકો માકર્સ તો મેળવી લેશે પણ તંદુરસ્તી માટે જોખમકારક નાવળી શકે." -મહેન્દ્ર પટેલ, અધ્યાપક, સી.એન. વ્યાયામ વિદ્યાભવન


 
 
 

Your Opinion
 
 
Code:
2 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment