-હોમસાયન્સ, હોમિયોપેથી, ફાર્મસી, મેડીસીન અને લોમાં બિપીનચંદ્ર પટેલ બિનહરીફ
વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ૧૪મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર સેનેટની ચૂંટણીમાં રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની ચાર બેઠક માટે દસ ઉમેદવારીપત્ર ભરાયાં છે. જ્યારે હોમસાયન્સ, હોમિયોપેથી, ફાર્મસી, મેડિસીન અને લો ફેકલ્ટીની બેઠક પર બિપીનચંદ્ર પી. પટેલ બિનહરીફ ચૂંટાયા છે.
યુનિવર્સિટીનાં ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તુષાર મજમુદારે જણાવ્યું હતું કે ‘એસપી. યુનિવર્સિટીના સેનેટ સભ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. સેનેટમાં રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની પાંચ બેઠક પૈકી એક બિનહરીફ થતાં ચાર બેઠક માટે દસ ઉમેદવારીપત્ર ભરાયા હતાં. ફેકલ્ટી ઓફ આર્ટસ એન્ડ એજ્યુકેશનમાં ભરતભાઈ ભરવાડ અને કાદિમ્બનીબેન રાવલ ફેકલ્ટી ઓફ સાયન્સમાં કેતન પટેલ અને રસેશ જશભાઈ પટેલ, ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં જયસિંહ ગોહિલ, પ્રજ્ઞેશ અરવિંદભાઈ પટેલ અને શિવાંગી પટેલ તેમજ ફેકલ્ટી ઓફ બીઝનેસ સ્ટડીઝ એન્ડ મેનેજમેન્ટમાં આશવ પટેલ, હાર્દિક પટેલ અને શૈલેષ અરવિંદભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે.
સેનેટમાં રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની ચાર બેઠક માટે મતદાન ૧૪મી ફેબ્રુઆરીના રોજ જ્ઞાનોદય પરીક્ષા ભવન, ઓલ્ડ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ, કેમેસ્ટ્રીના ઓડિટોરિયમ ખાતે હાથ ધરવામાં આવશે.’ ફેકલ્ટી ઓફ આર્ટસ એન્ડ એજ્યુકેશન ૧૦૬૪, ફેકલ્ટી ઓફ સાયન્સની ૧પ૦૩૨, ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના ૮પ૦૮ અને ફેકલ્ટી ઓફ બીઝનેસ સ્ટડીઝ એન્ડ મેનેજમેન્ટના ૧૦૮૮પ મતદારો મતદાન કરશે.