Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

સાઉથની ફિલ્મમાં અમદાવાદી ડિઝાઇન

 
Source: Vishal Patadiya, Ahmedabad   |   Last Updated 3:26 AM [IST](31/01/2012)
 
 
 
 
 
એક્ટ્રેસ અમલાએ શહેરની ડિઝાઇનર સિસ્ટર્સના ડ્રેસીસ વખાણ્યા, નવી ફિલ્મ માટે પણ તક આપી

અમદાવાદની ડિઝાઈનર સિસ્ટર્સ અવની અને ધારાએ હાલમાં સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ અમલા પોલ માટે ડ્રેસ ડિઝાઈન કરી છે. રજનીકાન્ત અને કમલ હસન જેવા દિગ્ગજ અભિનેતાઓએ પણ જે એક્ટ્રેસનું કામ વખાણ્યું હોય તેની સાથે જોડાવામાં આ બંને બહેનો પ્રાઉડ ફીલ કરી રહી છે. અવની અને ધારાએ ડિઝાઈન કરેલા ડ્રેસ જ્યારે અમલાએ પહેર્યા ત્યારે તે ખુશીથી કૂદી પડી હતી.

ડ્રેસ પહેરીને એક્સાઇટ થઇ ગયેલી અમલા બોલી ઊઠી હતી કે, ‘આ ડ્રેસની ડિઝાઈન્સ એટલી બધી ભવ્ય છે કે તેને પહેરીને મને કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હોય તેવી લાગણી થાય છે. મને લાગે છે કે જાણે હું કોઇ દેશની રાણી છું!’ નાની ઉંમરમાં જ મોટું એક્સપોઝર મેળવનાર અવની અને ધારાએ અમલા સાથેના અનુભવ સિટી ભાસ્કર સાથે શેર કર્યા હતાં.

અમલા સાથે મુલાકાત વિશે અવની-ધારાએ જણાવ્યું હતું કે, એક ફેશન શોમાં સાઉથના એક્ટર-મોડેલ રાજીવ પિલ્લાઇને અમારી ડિઝાઈન્સ પસંદ આવી હતી. જેથી તેમણે અમલા પોલને અમારો રેફરન્સ આપ્યો હતો. બાદમાં અમલા સાથે ફોન પર સંપર્ક થયો હતો. અમે તેમને સ્કેચીસ, ડિઝાઈન્સ અને કન્સેપ્ટ્સ મોકલતાં તેમને ખૂબ જ ગમી ગયા હતા. જેથી તેમણે અમને આર.માધવન, આર્ય અને સમીરા રેડ્ડી સાથે આવેલી તેમની ફિલ્મ ‘વેટ્ટઇ’નાં ૧૬ ડીસેમ્બરે યોજાયેલા ગ્રાન્ડ મ્યૂઝિક લોન્ચ માટે ડિઝાઈન કરવા માટે અમને જણાવ્યું હતું.

એક જ દિવસને અંતરે તેમની ‘મુપ્પોઝુધુમ અન કર્પનઇગલ’ ફિલ્મનું મ્યૂઝિક લોન્ચ પણ હોઇ તેના ડ્રેસની ડિઝાઈન્સ પણ અમને સોંપાઇ. છ મહિના પહેલાં જ અમારા બંનેના નામના ઇનશિ્યલ્સ લઇને પોતાની ‘અવધ’ બ્રાન્ડ લોન્ચ કરી હોઇ અમે અમલા માટે બેસ્ટ ડિઝાઈન બનાવવાની ચેલેન્જ ઉપાડી લીધી. તેની નવી ફિલ્મ માટે પણ અમે કામ કરવાના છીએ.

સ્કૂલ ટાઇમથી જ ડિઝાઈનર્સ
ડિઝાઈનિંગ ક્ષેત્રે પ્રવેશ કેવી રીતે થયો તે બાબતે ધારાએ કહ્યું હતું કે, મેં ક્યાંક વાંચ્યું હતું કે ઇટ્સ બેટર ટુ કન્વર્ટ યોર હોબી ઇન પ્રોફેશન. અમારી બંનેની હોબી ફેશન ડિઝાઈનિંગ જ હતી. જેથી મેં બીબીએ પછી એનઆઇએફડી, નિફ્ટ અને ગિફ્ટમાંથી ડિઝાઈનિંગ કોર્સ કર્યો અને જેડ બ્લૂ સાથે કામ કર્યું. અવનીએ આ વિશે કહ્યું હતું કે, બંને બહેનોને સ્કૂલ ટાઇમથી જ ફેશનમાં ખૂબ રસ હતો.

અમે અમારા ટેલરને પણ ડિઝાઈનો કરીને આપતા અને તે મુજબ ડ્રેસ બનાવવાનું કહેતાં હતા. ડિઝાઈનિંગનો કોર્સ કર્યા પછી મેં ભૂસત્વ બ્રાન્ડમાં ડિઝાઈનર દિગ્વિજય સાથે કામ કરવાની તક મળી. જોબ કરતાં હોઇએ ત્યાં જવાબદારી પ્રમાણે કામ કરવું પડે છે. ક્રીયેટિવિટી વધુ ખીલવવા બંને બહેનોએ પોતાની જ બ્રાન્ડ શરુ કરી.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.