આજકાલ યંગસ્ટર્સ પોતાની લાઈફને અલગ દિશામાં લઈ જઈને એન્જોય કરે છે. તેઓ કોલેજમાં ફંક્શન હોય તો ફંડ ઊભું કરીને પ્રોગ્રામ ઓર્ગેનાઈઝ કરે છે તો પસ્તીવેચીને, ઘરે ઘરેથી રમકડાં ભેગા કરીને અનાથ બાળકોને ભણાવીને કે વૃદ્ધાશ્રમમાં સેવા કરીને મોટા કુટુંબના બાળકો સોસાયટી માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.
ઘણી બધાની માનતા પ્રમાણે યંગસ્ટર્સ સર્ફી ઘમાલ મસ્તી અને મોજ શોખમાંજ સમય વિતાવે છે. એ સિનારિયો હવે ચેન્જ કરે છે યુવાવર્ગ ભૂકંપ સમયે, પૂર પીડિતો કે પછી ક‹ન્સર હોસ્પિટલનાં બાળકો માટે ફંડ પણ ઊભું કરે છે. શરણ્યમ સંગીત એકેડમીના શિવાની કિનારીવાલા કહે છે કે અમારા ગ્રૂપે આ વખતે સિવિલ હોસ્પિટલના ક‹ન્સર વોર્ડના ક‹ન્સરગ્રસ્ત બાળકો માટે સંગીતનો કાર્યક્રમ યોજયો હતો. મ્યુઝિક દ્વારા એમને ઘણા બધા રોગોમાં માનસિક શાંતિ મળે છે. અને તમને ઈશ્વરની અનુભૂતિ કરાવે છે ક‹ન્સર ગ્રસ્ત બાળકોની દશા ઘણી જ દયનીય હોય છે.
તો સંગીતદ્વારા આનંદનો અહેસાસ કરાવ્યો એજ અમારા માટે આનંદની વાત છે. એચ. એલ કોલેજમાં ભણતા સ્ટુડન્ટ્સ સ્નેહલ, હેલી, કૃપા, અભિષેક શ્રૃતિ, ઈશિતા મનન, તનુજ નીકેન, સુગંધ જિનલ, અપૂર્વ ભણવામાં તો અવલ છે જ પણ ચેરિટી કરીને એક ઉમદા કાર્ય કરે છે.
સ્નેહલ કહે છે કે અમારું ગ્રૂપ હંમેશાં સોશિયલ સર્વિસ માટે જાગ્રત રહે છે અમે શહેરના જાણીતા સંવેદના ગ્રૂપની સાથે સંકળાઈને માનવસેવા પૂરી પાડીએ છીએ રવિવારે સ્લમ વિસ્તારના બાળકો સાથે ગેમ્સ રમીને, ક્રિએટિવ વસ્તુ શિખવાડીને કે ઈંગ્લિશ શિખવાડીને રજાનો ઉપયોગ કરીએ છીએ. ઘરેઘરેથી વસ્તુઓ ભેગી કરીએ છીએ જેવી કે ટોયઝ, કપડાં, બિસ્કિટ, ધાબળા અને હોલિવૂડ બોલિવૂડ ગણાતા રોડ પર જઈને પેકટ્સ આપીએ છીએ શ્રૃતિ કહે છેકે આ બધા બાળકોના મોઢા પરનું હાસ્ય જ અમને આવા કાર્યાે કરવા પ્રેરે છે. વ‹લેન્ટાઈન ડે, ફાધર્સ ડે, કે દિવાળીને દિવસે અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં જઈને મીઠાઈ વહેંચીએ કે એમની સાથે બેઘડી બેસીને વાતો કરવાથી એમનું દુ:ખ હળવું થાય છે.
સેટેલાઈટમાં રહેતા ઝલક જાની એનજીઓ ગ્રૂપ સાથે સંકળાઈને સ્લમ વિસ્તારના બાળકોને ચોખ્ખા કપડાં, કે દવાઓ પૂરી પાડે છે. હલક કહે છે કે આવા બાળકો માટે તહેવાર શું કે બાકીના દિવસો બધા જ સરખા હોય છે.
જો દરેક વ્યક્તિ પોતાની કમાઈમાંથી થોડા ઘણો સમય અને વસ્તુઓ ભેગી કરીને આપે તો એમને માટે એક ઉત્સવ સમાન હોય છે ઘણી બધી વખત આવા બાળકોને ભેગા કરીને ચિલ્ડ્રન ફિલ્મસ બતાવીને કે કાંકરિયાની ટ્રેનમાં બેસાડીને એન્જોય કરાવીને એક સંતોષની લાગણી મેળવીએ છીએ.